Home / World : Donald Trump threatens Elon Musk

'બધા ધંધા બંધ કરી સાઉથ આફ્રિકા પાછા જવું પડશે', ટ્રમ્પે મસ્કને આપી ધમકી

'બધા ધંધા બંધ કરી સાઉથ આફ્રિકા પાછા જવું પડશે', ટ્રમ્પે મસ્કને આપી ધમકી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વાસુ ગણાતા ઉદ્યોગપતિ એલોન મસ્કના સંબંધો ખરાબ થઈ રહ્યા છે. ટ્રમ્પે મસ્કને ધમકી આપતાં કહ્યું કે, તેમને 'પોતાની દુકાન બંધ કરવી' પડી શકે છે. ચૂંટણી પછી અમેરિકન વહીવટમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળ્યા બાદ ટ્રમ્પ અને મસ્ક વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. આનું કારણ EV એટલે કે ઇલેક્ટ્રોનિક વાહનો અંગેની નીતિ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું છે કે, રાષ્ટ્રપતિ તરીકે મારા માટે પ્રચાર કરતા અગાઉથી એલોન મસ્ક જાણતા હતા કે હું EV આદેશનો સખત વિરોધ કરું છું. આ બકવાસ છે અને હંમેશા મારા અભિયાનનો ભાગ રહ્યો છે. ઇલેક્ટ્રિક કાર સારી છે, પરંતુ દરેકને એ ખરીદવા માટે દબાણ કરી ન શકાય. મસ્કને ઇતિહાસમાં કોઈ કરતાં વધુ સબસિડી મળી શકતી હતી અને હવે સબસિડી વિના એલોનને કદાચ પોતાની દુકાન બંધ કરીને દક્ષિણ આફ્રિકા પાછા ફરવું પડી શકે છે.'

તેમણે આગળ લખ્યું, 'રોકેટ લોન્ચ નહીં, ઉપગ્રહોનું ઉત્પાદન કે ઇલેક્ટ્રિક કાર નહીં અને આપણો દેશ ઘણા પૈસા બચાવશે. કદાચ DOGE એ આ અંગે ગંભીરતાથી વિચાર કરવો જોઈએ. ઘણા પૈસા બચશે.'

નવી પાર્ટી બનાવવાના સંકેતો

એક દિવસ અગાઉ મસ્કે ટ્રમ્પ સરકારના બિલ સામે વાંધો ઉઠાવતા નવી પાર્ટી બનાવવાનો સંકેત આપ્યો હતો. મસ્કે કહ્યું હતું કે 'ક્રેઝી બિલ'માં પાંચ ટ્રિલિયન ડોલરની દેવા મર્યાદામાં રેકોર્ડ વધારો સામાન્ય અમેરિકનોને ભારે નુકસાન પહોંચાડશે. 'આ બિલના પાગલ ખર્ચથી સ્પષ્ટ થાય છે કે દેવાની મર્યાદા રેકોર્ડ પાંચ ટ્રિલિયન ડોલર સુધી વધારી દેવામાં આવી છે કે આપણે એક-પક્ષીય દેશમાં રહીએ છીએ - પોર્કી પિગ પાર્ટી! હવે એક નવો રાજકીય પક્ષ બનાવવાનો સમય આવી ગયો છે જે ખરેખર લોકોની ચિંતા કરે છે.'

અગાઉ પણ આપી હતી ધમકી

ખાસ વાત એ છે કે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ દ્વારા મસ્કને અબજો ડોલરના સરકારી કોન્ટ્રાક્ટ અને સબસિડી બંધ કરવાની ધમકી આપી હતી. સામે મસ્કે તેમના પર ઉપકાર ભૂલી જવાનો આરોપ લગાવ્યો. મસ્કે કહ્યું કે તેમના સમર્થન વિના ટ્રમ્પ 'ચૂંટણી હારી ગયા હોત'. તેમણે ટ્રમ્પ પર મહાભિયોગ પણ શરૂ કર્યો હતો અને સંકેત આપ્યો હતો કે તેઓ નાસા દ્વારા ઉપયોગમાં લેવાતા સ્પેસએક્સના ડ્રેગન સ્પેશ ક્રાફ્ટને અલગ કરી લેશે.

Related News

Icon