Home / World : 'X' claims that central government has blocked 2355 accounts

'ભારતમાં મીડિયા સ્વતંત્ર નથી રહ્યું', કેન્દ્ર સરકારે રોયટર્સ સહિત 2355 એકાઉન્ટ્સ બ્લોક કરાવ્યાનો 'X' નો દાવો

'ભારતમાં મીડિયા સ્વતંત્ર નથી રહ્યું',  કેન્દ્ર સરકારે રોયટર્સ સહિત 2355 એકાઉન્ટ્સ બ્લોક કરાવ્યાનો 'X' નો દાવો

X Account Block News : આંતરરાષ્ટ્રીય મીડિયામાં સ્થાન ધરાવતા Reutersના એક્સ (ટ્વિટર) એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવા મુદ્દે કેન્દ્ર સરકારે ખુલાસો કર્યો છે. અને કહ્યું છે કે રોઇટર્સના એકાઉન્ટ બ્લોક કરવા અંગે સરકાર તરફથી કોઇ જ વિનંતી નથી કરાઇ. એક્સ (ટ્વિટર) ભારત સરકાર અંગે જુઠ બોલી રહી છે. જ્યારે ટ્વિટરે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે રોયટર્સ સહિત 2355 એકાઉન્ટ્સ એક જ કલાકમાં બ્લોક કરવા અમને કહેવાયું હતું. જે અંગે ચોક્કસ કારણ પણ નહોતુ જણાવાયું. ભારતમાં મીડિયા સ્વતંત્ર નથી રહ્યું. સરકાર મીડિયાની સ્વતંત્રતામાં નથી માનતી.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (આઇટી)  મંત્રાલય દ્વારા એક નિવેદન જાહેર કરાયું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં રાઇટર્સના એકાઉન્ટ બ્લોક કરાતા જ સરકાર દ્વારા એક્સ (ટ્વિટર)નો સંપર્ક કરાયો હતો અને આ એકાઉન્ટ ફરી શરૂ કરવા કહેવામાં આવ્યું હતું. રોઇટર્સના એકાઉન્ટ બ્લોક કરવા માટે સરકાર તરફથી કોઇ જ આદેશ જાહેર કરવામાં નથી આવ્યો, એક્સ હકિકતને અલગ દિશામાં વાળવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર તરફથી અનેક વખત વિનંતી છતા રોઇટર્સનું એકાઉન્ટ બંધ કર્યાના 20 કલાક બાદ તેને ફરી શરૂ કરાયું હતું.

ભારત સરકાર તરફથી મળ્યો હતો આદેશ 

બીજી તરફ એક્સ (ટ્વિટર) તરફથી જાહેર નિવેદનમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારત સરકાર તરફથી અમને ટ્વિટર પર રોઇટર્સ સહિતના 2300 એકાઉન્ટ બ્લોક કરવા આદેશ મળ્યો હતો, સરકારે આ નિર્ણય અંગે કોઇ કારણ પણ નહોતુ આપ્યું અને માત્ર એક જ કલાકમાં આ એકાઉન્ટ્સ બ્લોક કરી દેવા કહેવામાં આવ્યુ હતું. ભારતમાં મીડિયા પર પાબંદીઓથી અમે ચિંતિત છીએ. સરકારના આદેશથી જેમના પણ એકાઉન્ટ બ્લોક થયા છે તેમને કોર્ટ તરફથી રાહત મેળવવી જોઇએ. બ્રિટિશ મીડિયા રોઇટર્સના બે એકાઉન્ટ ભારતમાં ટ્વિટર દ્વારા બ્લોક કરી દેવાયા હતા, જે માટે સરકારને જવાબદાર ઠેરવી હતી. જોકે હવે સરકાર દ્વારા સ્પષ્ટતા કરાઇ છે કે આવો કોઇ આદેશ નહોતો કરાયો. તેથી હાલ ટ્વિટર અને સરકાર બન્નેના દાવાની ચર્ચા થઇ રહી છે અને કોણ સાચુ બોલી રહ્યું છે તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે.

 

Related News

Icon