
ગુજરાત: રાજયમાં તા. 1/4/2005 પહેલા માન્ય ભરતી બોર્ડ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા પધ્ધતિ મારફત કોઈ સંવર્ગમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ હોય પરંતુ તા. 1/4/2005 પછી નિમણૂક પામેલ હોય તેવા તેમજ તા. 1/4/2005 પહેલા રાજયમાં વિવિધ વિભાગોની ફિકસ પગારની નીતિ હેઠળ નિમણૂક પામી તા. 1/4/2005 પહેલા નોકરીમાં જોડાયા હોય અને તા. 1/4/2005 પછી ફિકસ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરી નિયમિત નિમણૂક પામેલ હોય તેવા કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.આ અંગેની વિગતવાર સૂચનાઓ બહાર પાડવાની બાબત વિચારણા હેઠળ હતી. તા.8/11/2024ના ઠરાવની વિગતવાર સૂચનાઓ આ સાથે પ્રસિધ્ધ કરવામાં આવે છે.