
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટેસ્ટ સીરિઝના પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 5 વિકેટથી હરાવ્યું છે. ભારતના 371 રનના ટાર્ગેટને ઇંગ્લેન્ડે બેન ડકેટ અને ક્રાઉલી બાદ રૂટની શાનદાર ઇનિંગના દમ પર સરળતાથી ચેઝ કરી લીધો છે. ભારતની બેટિંગ મજબૂત રહી હતી, જોકે બોલરો નિષ્ફળ જતા પ્રથમ ટેસ્ટ ગુમાવવી પડી છે. અંતે 5 મેચોની સીરિઝમાં યજમાન ટીમ હવે 1-0થી આગળ છે.
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ બીજી વાર બન્યું છે જ્યારે ટીમ ઈન્ડિયા ૩૫૦+ રનના લક્ષ્યનો બચાવ કરવામાં નિષ્ફળ ગઈ છે. આ પહેલા ૨૦૨૨માં ટીમ ઈન્ડિયા સાથે આવું બન્યું હતું. ત્યારે પણ ઈંગ્લેન્ડની ટીમ આગળ હતી અને તેણે ૩૭૮ રનના લક્ષ્યનો પીછો કર્યો હતો.
ઇંગ્લેન્ડની બીજી ઇનિંગનું સ્કોર કાર્ડ (373/5, 82 ઓવર)
બેટર | રન |
જેક ક્રાઉલી | 65 |
બેન ડકેટ | 149 |
ઓલી પોપ | 8 |
જો રૂટ | 53 |
હેરી બ્રૂક | 0 |
બેન સ્ટોક્સ | 33 |
સ્મિથ | 44 |
ભારતની બીજી ઇનિંગનું સ્કોર કાર્ડ (364/10, 96 ઓવર)
બેટર | રન |
યશસ્વી જયસ્વાલ | 4 |
કે.એલ. રાહુલ | 137 |
સાઈ સુદર્શન | 30 |
શુભમન ગિલ | 8 |
ઋષભ પંત | 118 |
કરૂણ નાયર | 20 |
રવીન્દ્ર જાડેજા | 25* |
શાર્દુલ ઠાકુર | 4 |
મોહમ્મદ સિરાજ | 0 |
જસપ્રીત બુમરાહ | 0 |
પ્રસિદ્ધ કૃષ્ણા | 0 |
ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગનું સ્કોર કાર્ડ (465/10, 100.4 ઓવર)
બેટર | રન |
જેક ક્રાઉલી | 4 |
બેન ડકેટ | 62 |
ઓલી પોપ | 106 |
જો રૂટ | 28 |
હેરી બ્રૂક | 99 |
બેન સ્ટોક્સ | 20 |
જેમી સ્મિથ | 40 |
ક્રિસ વોક્સ | 38 |
બ્રાયડન કાર્સ | 22 |
જોસ ટંગ | 11 |
શોએબ બશીર | 1* |
ભારતની પહેલી ઇનિંગનું સ્કોર કાર્ડ (471/10, 113 ઓવર)
બેટર | રન |
યશસ્વી જયસ્વાલ | 101 |
કે.એલ. રાહુલ | 42 |
સાઈ સુદર્શન | 0 |
શુભમન ગિલ | 147 |
ઋષભ પંત | 134 |
કરૂણ નાયર | 0 |
રવીન્દ્ર જાડેજા | 11 |
શાર્દુલ ઠાકુર | 1 |
જસપ્રીત બુમરાહ | 0 |
મોહમ્મદ સિરાજ | 3* |
પ્રસિદ્ધ કૃષ્ણા | 1 |
જણાવી દઈએ કે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ સેટ કર્યો હતો. મુકાબલામાં ભારતની પહેલી ઇનિંગ 471 અને ઇંગ્લેન્ડની પહેલી ઈનિંગ 467 પર સમેટાઈ હતી. એટલે પહેલી ઇનિંગના આધાર પર ભારતીય ટીમને 6 રનની લીડ મળી હતી. પછી ભારતે પોતાની બીજી ઇનિંગમાં 364 રન બનાવ્યા. ત્યાર બાદ ઇંગ્લેન્ડની સામે 371 રનનો ટાર્ગેટ રાખ્યો હતો. જેને ઇંગ્લેન્ડે ચેજ કરી લીધો છે. ડકેટે 149 રન બનાવ્યા અને ક્રાઉલીએ 65 રન બનાવ્યા. જ્યારે રૂટે પણ 53 રન ફટકાર્યા હતા.
9 ટેસ્ટમાં ભારતનો આ 7મો પરાજય
છેલ્લા 9 ટેસ્ટમાં ભારતનો આ 7મો પરાજય છે. ટીમ ઈન્ડિયા ફક્ત 1 મેચ જીતી છે અને 1 મેચ ડ્રો રહી છે. આ એકમાત્ર જીત ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મળી હતી. ત્યારે ટીમની કમાન જસપ્રીત બુમરાહના હાથમાં હતી.