રણબીર કપૂર અને સાઈ પલ્લવીની ફિલ્મ 'રામાયણ'ના પહેલા ભાગનું શૂટિંગ પૂર્ણ થતાં ભાવુક બની ગયેલા રણબીર કપૂરે સેટ પર જ નાનું સરખું ભાષણ ઠપકારી દીધું હતું.
સોશિયલ મીડિયા પર સેટ પરથી કેટલીક ક્લિપ વાયરલ થઈ છે. તેમાં દર્શાવાય મુજબ રણબીર સમગ્ર યુનિટ સમક્ષ સ્પીચ આપતો જોવા મળે છે. તેણો પોતાની સ્પીચમાં તમામ સાથી કલાકારો તથા ક્રૂ મેમ્બર્સનો આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે આ રોલ તેની કારકિર્દીનો સૌથી મહત્વનો રોલ બની રહેશે.
અન્ય એક ક્લિપમાં સમગ્ર ટીમ શૂટિંગ રેપ અપ થયાની કેક કાપી રહી હોવાનું જણાય છે.
ફિલ્મની પહેલી ઝલક આગામી તા. ત્રીજી જુલાઈએ રીલિઝ કરાય તેવી સંભાવના છે. ફિલ્મની રીલિઝ આવતાં વર્ષે દિવાળીએ થવાની છે. બીજો ભાગ ૨૦૨૭માં રીલિઝ કરાશે.
ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામ અને સાઈ પલ્લવી સીતા માતાની ભૂમિકામાં છે. યશ રાવણની ભૂમિકા ભજવી રહ્યો છે અને સની દેઓલ હનુમાનજીની ભૂમિકામાં છે.