
બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન થયું છે. 87 વર્ષની વયે તેમણે મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણી દેશભક્તિની ફિલ્મો કરી હતી. એટલા માટે ચાહકો પણ તેમને પ્રેમથી 'ભારત કુમાર' કહીને બોલાવતા હતા તેમણે ક્રાંતિ, ઉપકાર જેવી સુપરહિટ દેશભક્તિની ફિલ્મો કરી હતી.
પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો
મનોજ કુમારના નિધનના સમાચારે ચાહકોને દુઃખી કરી દીધા છે. સોશિયલ મીડિયા પર ચાહકો પોતાના મનપસંદ કલાકારને અશ્રુભીની આંખો સાથે વિદાય આપી રહ્યા છે. બોલિવુડના અન્ય કલાકારોએ પણ પીઢ અભિનેતાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી કર્યા છે સન્માનિત
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાઝ સુનો, નીલ કમલ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રૂમાલ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમને રાષ્ટ્રીય પુરસ્કાર, પદ્મશ્રી અને દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
અશોક પંડિતે શું કહ્યું?
ફિલ્મ નિર્માતા અશોક પંડિતે મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું- પીઢ દાદાસાહેબ ફાળકે એક પુરસ્કાર વિજેતા, અમારા પ્રેરણા અને ભારતીય ફિલ્મ ઉદ્યોગના સિંહ હતા. તેઓ હવે આપણી વચ્ચે નથી. આ આપણા સમગ્ર ઉદ્યોગ માટે એક મોટું નુકસાન છે. અમે તેમને હંમેશા યાદ રાખીશું.
મનોજ કુમારનો જન્મ 24 જુલાઈ 1937ના રોજ પાકિસ્તાનમાં થયો હતો. તેમનું સાચું નામ હરિકૃષ્ણ ગિરી ગોસ્વામી છે. મનોજ કુમારનો જન્મ એબોટાબાદ (હાલ પાકિસ્તાન)માં થયો હતો. દેશના ભાગલા વખતે તેમનો પરિવાર પાકિસ્તાથી દિલ્હી આવી ગયો હતો.મનોજ કુમારને શરૂઆતથી જ ફિલ્મોમાં રસ હતો. તેમને ફિલ્મો પ્રત્યે એટલી લગન હતી કે તેમણે દિલીપ કુમારની ફિલ્મ શબનમમાં તેમના પાત્ર મનોજ કુમારના નામ પરથી પોતાનું નામ રાખ્યું હતું.