Home / Entertainment : Akshay Kumar's lawyer threatens Paresh Rawal in Rs 25 crore case

25 કરોડના કેસમાં અક્ષય કુમારના વકીલની પરેશ રાવલને ધમકી, "નોટિસનો જવાબ નહીં આપે તો ગંભીર..."

25 કરોડના કેસમાં અક્ષય કુમારના વકીલની પરેશ રાવલને ધમકી, "નોટિસનો જવાબ નહીં આપે તો ગંભીર..."

બોલિવૂડની કોમેડી-ફ્રેન્ચાઇઝ ફિલ્મ 'હેરા ફેરી 3' છેલ્લા કેટલાક સમયથી વિવાદોમાં ઘેરાયેલી છે. જ્યારથી 'બાબુ ભૈયા' એટલે કે પરેશ રાવલ અચાનક આ ફિલ્મમાં કામ ન કરવાનું મન બનાવ્યું છે, ત્યારથી તેમના પર સંકટના વાદળો છવાઈ ગયા છે. આ પહેલા એવા સમાચાર હતા કે અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સે પરેશ રાવલ વિરુદ્ધ અચાનક ફિલ્મમાંથી પીછેહઠ કરવા બદલ નોટિસ જારી કરી છે. આ સાથે તેમની ઉપર 25 કરોડ રૂપિયાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હવે અક્ષય કુમારના વકીલે પરેશ રાવલને વોર્નિંગ આપી છે કે,  7 દિવસમાં નોટિસનો જવાબ આપે. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ફિલ્મ બનાવવા માટે ઘણા પૈસા ખર્ચાયા હતા

અક્ષય કુમારના પ્રોડક્શન હાઉસ કેપ ઓફ ગુડ ફિલ્મ્સનું પ્રતિનિધિત્વ કરતી વકીલ પૂજા તિડકેએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, 'હેરાફેરી 3 કેસના ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે, કારણ કે કંપનીએ ફિલ્મ બનાવવા માટે ઘણા પૈસા ખર્ચ્યા છે.  ફ્રેન્ચાઇઝીને મોટું નુકસાન થયું છે.'

નોટિસમાં કાનૂની પરિણામોનો ઉલ્લેખ કરાયો

પૂજા ટિક્કેએ વધુમાં કહ્યું, 'અમારા તરફથી જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, તેમાં ઘણા કાનૂની પરિણામો સામેલ છે. હેરાફેરી 3 માટે કાસ્ટ, કલાકારો, ક્રૂ, લોજિસ્ટિક્સ, ટ્રેલર... પર ઘણા પૈસા ખર્ચવામાં આવ્યા છે.' પૂજાએ વધુમાં ઉમેર્યું કે, 'પરેશ રાવલે હેરાફેરી 3 ના ટ્રેલરનું શૂટિંગ કર્યું હતું, તેથી તેઓ આ પ્રોજેક્ટમાં સામેલ હતા. ટ્રેલરનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું, જ્યારે ફિલ્મના કેટલાક ભાગોનું શૂટિંગ પણ થઈ ગયું હતું.'

7 દિવસમાં માંગવામાં આવ્યો નોટિસનો જવાબ 

પૂજા ટિક્કેએ કહ્યું કે, હજુ પણ અમને આશા છે કે બાબતનો ઉકેલ આવી શકે છે. હાલમાં કાનૂની સમસ્યાઓનો સામનો કરવામાં આવી રહ્યો છે. જો કે, હજુ પરેશ રાવલ દ્વારા સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. તેમને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.

Related News

Icon