
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની દીકરી રાહા કપૂર સોશિયલ મીડિયાની સેન્સેશન છે. રાહાને જોવા માટે ફેન્સ કાયમ ઉત્સુક હોય છે. 16 સપ્ટેમ્બરની સવારે, આલિયા ભટ્ટ એરપોર્ટ પર રણબીર કપૂર અને રાહા સાથે જોવા મળી હતી. આલિયા રાહાને ખોળામાં પકડીને જોવા મળી હતી.
રાહાની ક્યૂટ એક્ટિવિટી થઈ વાયરલ
તેની સાથે રણબીર કપૂર પણ જોવા મળ્યો હતો. રણબીર અને આલિયા વેકેશન માટે જતા એરપોર્ટ પર જોવા મળ્યા હતા. જ્યારે આલિયા અને રણબીર ગેટ પર ટિકિટ ચેક કરાવી રહ્યા હતા ત્યારે રાહા ક્યૂટ એક્ટિવિટીઝ કરતી જોવા મળી હતી. રાહાએ સફેદ રંગનો ડ્રેસ પહેર્યો હતો. કપૂર પરિવારના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
દાદીમા સાથે રાહાની સુંદર વાતચીત
આ સમયની સૌથી સુંદર ક્ષણ એ હતી જ્યારે રાહાએ તેની દાદી નીતુ કપૂરને જોઈ હતી. દાદી નીતુ કપૂરને જોઈને રાહાનો ચહેરો ચમકી ગયો. રાહાએ દાદી સાથે વાતો કરી અને ખુશીથી તાળી પાડી. નીતુ અને રાહાની ક્યૂટ પળો વાયરલ થઈ રહી છે. ફોન્સને તેમની બોન્ડિંગ ઘણી પસંદ આવી. આ સિવાય રાહાએ પણ પાપારાઝીને જોઈને હાથ વેવ કર્યો હતો.
આલિયાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, એક્ટ્રેસ છેલ્લે ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે રણવીર સિંહના ઓપોઝિટ હતી. આ ફિલ્મ કરણ જોહરે બનાવી હતી. તે અમેરિકન ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’માં પણ જોવા મળી હતી. હવે એક્ટ્રેસ પાસે બે ફિલ્મો છે, ‘જિગરા’ અને ‘આલ્ફા’. ‘જિગરા’નું ટીઝર પણ થોડા દિવસો પહેલા જ રિલીઝ થયું હતું.
રણબીર કપૂરની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ ‘એનિમલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મે રેકોર્ડ બ્રેક કમાણી કરી હતી. ફેન્સને તે ઘણું પસંદ આવ્યું. જોકે, આ ફિલ્મ અનેક કારણોસર વિવાદોમાં પણ રહી હતી. હવે રણબીર ફિલ્મ ‘રામાયણ’માં જોવા મળશે.