
બોલિવુડમાં ઘણા સ્ટાર્સ છે જે પ્રોપર્ટીમાં ઘણું રોકાણ કરે છે અને તેમાંથી એક છે બોલિવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન. અમિતાભ બચ્ચન વિશે હંમેશા એવા અહેવાલો આવે છે કે તેમણે નવી પ્રોપર્ટી ખરીદી છે. હવે બિગ બીએ બીજી નવી પ્રોપર્ટી ખરીદી છે, પરંતુ આ મુંબઈમાં નહીં પણ અયોધ્યામાં છે. આમ તો આ પહેલા પણ બિગ બીએ અયોધ્યામાં પ્રોપર્ટી ખરીદી છે. હવે અહીં જાણો બિગ બીએ હવે જે પ્રોપર્ટી ખરીદી છે તેની કિંમત કેટલી છે.
અહેવાલ મુજબ, બિગ બીએ જે મિલકત ખરીદી છે તે 25 હજાર ચોરસ ફૂટની છે અને તેની કિંમત 40 કરોડ છે. જોકે, આ પહેલી મિલકત નથી જે બિગ બીએ અયોધ્યામાં ખરીદી છે. આ પહેલા પણ તેમણે અહીં મિલકતમાં રોકાણ કર્યું છે.
અયોધ્યામાં પણ અગાઉ મિલકત ખરીદી છે
2024ની શરૂઆતમાં બિગ બીએ અયોધ્યામાં જ 10 હજાર ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેની કિંમત 14.5 કરોડ હતી. માર્ચ 2025માં TOI એ અહેવાલ આપ્યો હતો કે બિગ બીએ રામ મંદિરથી 10 કિલોમીટર દૂર 54, 454 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો છે. આ સ્થળે બિગ બી તેમના પિતા હરિવંશ રાય બચ્ચનના જીવન અને સાહિત્યિક યોગદાનનું સ્મારક બનાવશે.
વર્ષ 2024માં રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટન પહેલા બિગ બીએ હવેલી અવધમાં 5372 ચોરસ ફૂટનો પ્લોટ ખરીદ્યો હતો, જેની કિંમત 4.54 કરોડ રૂપિયા હતી.
પ્રોફેશનલ લાઈફ
બિગ બીના પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરીએ તો, તેઓ છેલ્લે રજનીકાંત સાથેની ફિલ્મ વેટ્ટાઈયાનમાં જોવા મળ્યા હતા. જોકે, આ ફિલ્મ ખાસ ચાલી ન હતી. હવે તેઓ સેક્શન 84 અને કલ્કી 2 ફિલ્મોમાં જોવા મળશે.