Home / Entertainment : An unknown woman entered Bollywood actor Aditya Roy Kapur's house, police investigation begins

બોલિવૂડ એક્ટર આદિત્ય રૉય કપૂરના ઘરમાં ઘૂસી ગઈ અજાણી મહિલા, પોલીસ તપાસ શરૂ

બોલિવૂડ એક્ટર આદિત્ય રૉય કપૂરના ઘરમાં ઘૂસી ગઈ અજાણી મહિલા, પોલીસ તપાસ શરૂ

બોલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર (Aditya Roy Kapur Trespass)ની સાથે એક હેરાન કરનારી ઘટના સામે આવી છે. તેમના મુંબઈ સ્થિત ઘરમાં એક અજાણી મહિલા ઘુસવાના સમાચારે દરેકને ચોંકાવી દીધા છે. આ ઘટના ત્યારે બની જ્યારે આદિત્ય પોતાના ઘરે હાજર નહોતા. પરંતુ આ મહિલાએ એવો દાવો કર્યો છે કે, મામલો પોલિસ સુધી પહોંચી ગયો છે. આવો જાણીએ આ ઘટનાની પૂરી સ્ટોરી. 

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ઘરની નોકરાણીએ ખોલ્યો હતો દરવાજો

આદિત્ય રોય કપૂરના ઘર મુંબઈના બાંદ્રા વેસ્ટમાં રિઝવી કોમ્પ્લેક્સમાં આવેલું છે. સોમવારે સાંજે આશરે 6 વાગે ઘરની ડોરબેલ વાગી હતી. એ સમયે ઘરમાં તેમની નોકરાણી સંગીતા પવાર એકલી હતી, કારણ કે, આદિત્ય શૂટિંગ માટે બહાર ગયેલો હતો. દરવાજો ખોલતાની સાથે એક 47 વર્ષની મહિલાએ પૂછ્યું કે, શું આ આદિત્ય રોય કપૂરનું ઘર છે. 

સંગીતાએ કહ્યું કે, હાં તો મહિલાએ દાવો કર્યો કે, તેઓ આદિત્ય માટે કપડાં અને ગિફ્ટ લઈને આવી છે. પરંતુ જ્યારે સંગીતાએ તેને જવાનું કહ્યું તો, તે ટસની મસ ના થઈ અને ઘરમાં રોકાવાની જીદ કરવા લાગી હતી. 

મહિલાને નથી ઓળખતા એક્ટર

આદિત્યએ ઘર આવ્યા પછી મહિલાને જોઈ, પરંતુ તેઓ તેને ઓળખતા નહોતા. તેમણે તરત જ સોસાયટીના મેનેજરને બોલાવ્યા અને પછી ખાર પોલીસને જાણ કરી હતી. પોલીસે તપાસ શરુ કરી અને મહિલાની ઓળખ ગજાલા ઝકરિયા સિદ્દીકી તરીકે થઈ હતી, જે દુબઈની રહેવાસી છે. 

પોલીસે કલમ નંબર 331(2) હેઠળ ફરિયાદ દાખલ કરી  

પૂછપરછમાં તેણે સવાલોના જવાબો આપવાનું ટાળ્યું હતું. જે પછી પોલીસને શંકા થઈ હતી અને તેનો ઈરાદો યોગ્ય ન લાગ્યો. સંગીતાની ફરિયાદ પર 26 મેના રોજ ખાર પોલીસે ગજાલા વિરુદ્ધ કલમ નંબર 331(2) હેઠળ ઘરમાં અનઅધિકૃત રીતે પ્રવેશ કરવા અંગે ફરિયાદ દાખલ કરી હતી. 

 

 

Related News

Icon