કાશ્મીરની આ 13 વર્ષની બાળકીએ અમેરિકામાં હલચલ મચાવી દીધી છે. જમ્મુની 13 વર્ષની ડાન્સર અર્શિયા શર્માએ અમેરિકાઝ ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. આ દરમિયાન, તેને હોરર ફિલ્મ "ધ એક્સોસિસ્ટ" થી પ્રેરિત તેના ડરામણા ડાન્સ સાથે દર્શકો અને જજીસને આશ્ચર્યચકિત કર્યા.
28 મેના રોજ શોની સીઝન 19 પ્રીમિયર દરમિયાન, અર્શિયાએ તેના પ્રદર્શનથી બધાને ચોંકાવી દીધા હતા. જજ સિમોન કોવેલ, સોફિયા વર્ગારા, હેઈડી ક્લુમ અને હોવી મેન્ડલ કંઈક બીજું જ ઈચ્છતા હતા, પરંતુ તેઓ અર્શિયાની વિચિત્ર ચાલ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા.
અમેરિકાના ગોટ ટેલેન્ટ સ્ટેજ પર શું થયું?
જમ્મુથી આવેલી અર્શિયાએ સ્ટેજ પર પોતાના ટ્રાન્સફોર્મેશનથી બધાને ચોંકાવી દીધા હતા. તેને તેનો દેખાવ બદલ્યો, ફાટેલા કપડાં પહેર્યા, સફેદ કોન્ટેક્ટ લેન્સ પહેર્યા અને હોરર થીમને ફિટ કરવા માટે નકલી લોહી લગાવ્યું. તેને એક ડરામણા ગીત પર ડાન્સ કર્યો અને પ્રેક્ષકોને સ્તબ્ધ કરી દીધા. જજ સોફિયા વર્ગારા પણ સ્ટેજ પરથી તેની નજર હટાવી શક્યા નહીં. જ્યારે અર્શિયાએ પોતાનું પર્ફોર્મન્સ પૂરું કર્યું ત્યારે દર્શકોએ ઉભા થઈને તાળીઓ પાડી હતી.
કોણ છે અર્શિયા શર્મા
અર્શિયા શર્મા ભારતના જમ્મુ કાશ્મીરની પ્રતિભાશાળી યુવા કલાકાર છે. વર્ષ 2011માં જન્મેલી તે ડાન્સ અને એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં એક ખાસ ઓળખ બનાવી ચૂકી છે. અર્શિયા ડાન્સ અને જિમ્નેસ્ટિક્સ બંનેની શોખીન છે, તે વિવિધ સ્પર્ધાઓ અને પ્રદર્શનમાં તેની પ્રતિભા દર્શાવે છે.