સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ' સાથે જોડાયેલા વિવાદ બાદ યુટ્યુબર આશિષ ચંચલાની સોશિયલ મીડિયા પરથી ગાયબ થઈ ગયો હતો. આશિષ ચંચલાની પણ એ જ પેનલનો ભાગ હતા જેમાં રણવીર અલ્હાબાદિયાનો પણ સમાવેશ થતો હતો. આ વિવાદના લગભગ 15 દિવસ પછી, આશિષ ચંચલાનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો અને તેના ફેન્સને તેના અને તેના પરિવાર માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
આશિષ ચંચલાનીએ આ વીડિયો મેસેજમાં કહ્યું છે કે, "મેં તમારા બધાના મેસેજ વાંચ્યા છે અને મને સારી રીતે ખબર છે કે બહાર શું ચાલી રહ્યું છે. પહેલા મેં વિચાર્યું હતું કે હું સ્ટોરી (ઇન્સ્ટાગ્રામ સ્ટોરી) પર આવીશ અને તમારી સાથે ચેટ કરીશ, પરંતુ મને સમજાયું નહીં કે હું શું બોલું. જોકે, હું જાણું છું કે અમે આ પરિસ્થિતિ સામે લડીશું, આ મુશ્કેલ સમયમાંથીબહાર નીકળી જઈશું, અને આમાંથી પણ કંઈક નવું શીખીશું."
આશિષ ટૂંક સમયમાં પાછો આવશે
આશિષે આગળ કહ્યું, "હાલમાં મારા કામ પર થોડી અસર પડી છે. પણ હું ચોક્કસ પાછો આવીશ અને જ્યારે પણ હું પાછો આવીશ, ત્યારે તમે મને સપોર્ટ કરજો અને મને જરૂર યાદ રાખજો. હમણાં માટે મારા અને મારા પરિવાર માટે પ્રાર્થના કરો. હંમેશા મને સપોર્ટ આપતા રહો અને હું પણ સખત મહેનત કરીશ. તમે બધા પોતાનું પણ ધ્યાન રાખો."
ફેન્સ આશિષને સપોર્ટ કરી રહ્યા છે
આશિષના ફેન્સ આ વીડિયો નીચે પોઝિટીવ કમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોએ દાવો કર્યો છે કે આ સમગ્ર મામલામાં આશિષનો કોઈ વાંક નહોતો, તે ખોટા સમયે ખોટી જગ્યાએ હતો. પરંતુ તેણે ન તો કોઈને અભદ્ર પ્રશ્નો પૂછ્યા કે ન તો કોઈની સાથે અભદ્ર ભાષામાં વાત કરી હતી.
જાણો શું હતો આખો મામલો
સમય રૈનાના યુટ્યુબ શો 'ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ' માં ગેસ્ટ તરીકે હાજર રહેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાએ એક સ્પર્ધકને અશ્લીલ પ્રશ્ન પૂછ્યો હતો. આ શોમાં ફક્ત રણવીર જ નહીં, ઘણા લોકોએ સમય રૈના સાથે ખરાબ વાતો કહી હતી. આ શોમાં સામેલ તમામ સેલિબ્રિટીઓ સામે યુટ્યુબ જેવા પ્લેટફોર્મ પર આવી સામગ્રી બનાવવા બદલ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. આ સેલિબ્રિટીઓમાં આશિષ ચંચલાની પણ હાજર હતો.