Home / Entertainment : Avneet Kaur benefited from a mistake by Virat Kohli

Virat Kohliની એક ભૂલનો Avneet Kaurને મળ્યો મોટો ફાયદો, થયો પૈસાનો વરસાદ!

Virat Kohliની એક ભૂલનો Avneet Kaurને મળ્યો મોટો ફાયદો, થયો પૈસાનો વરસાદ!

સોશિયલ મીડિયા પર ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) ની એક લાઈકથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) ચર્ચામાં આવી ગઈ છે. એક લાઈકને કારણે અવનીત (Avneet Kaur) નું જીવન રાતોરાત બદલાઈ ગયું. સોશિયલ મીડિયા પર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે કે ભૂલથી કોઈ પોસ્ટ લાઈક થતા કોઈને આટલો ફાયદો પણ થઈ શકે છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જાણો શું છે આખો મામલો 

ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) ના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ટીવી એક્ટ્રેસ અવનીત કૌર (Avneet Kaur) ની એક પોસ્ટ ભૂલથી લાઈક થઈ ગઈ હતી. જે બાદ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલીની લાઈકને લઈને હોબાળો મચી ગયો છે. ટ્રોલર્સે ક્રિકેટરને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. મામલો એટલો વધી ગયો કે કોહલી (Virat Kohli) એ સમગ્ર મામલા પર એક સ્ટોરી શેર કરીને સ્પષ્ટતા આપવી પડી. પરંતુ અવનીત કૌર (Avneet Kaur) ને વિરાટની આ ભૂલનો ખૂબ જ ફાયદો થયો. 

અવનીત કૌરને ફિટનેસ બ્રાન્ડ્સ તરફથી ડીલ મળવા લાગી

વિરાટ કોહલીની લાઈકને કારણે સોશિયલ મીડિયા પર અવનીત કૌરની ફેન ફોલોઈંગ બમણી થઈ ગઈ. રાતોરાત, અવનીત કૌરને 20 લાખ લોકો ફોલો કરવા લાગ્યા. અવનીતની એક પોસ્ટની કિંમત 2 લાખ રૂપિયા હતી, જે હવે વધીને 2.6 લાખ રૂપિયા થઈ ગઈ છે. એટલું જ નહીં, અવનીત કૌરને હવે બ્યુટી અને ફિટનેસ બ્રાન્ડ્સ તરફથી પણ ડીલ મળવા લાગી છે. જેના કારણે અવનીતની કુલ સંપત્તિ 5 કરોડ રૂપિયાને વટાવી ગઈ છે.

વિરાટ કોહલીએ આપી સ્પષ્ટતા

અવનીતની પોસ્ટ ભૂલથી લાઈક થવા બાબતે કોહલી (Virat Kohli) એ સ્પષ્ટતા આપતી એક સ્ટોરી પણ પોસ્ટ કરી હતી. જેમાં કોહલીએ લખ્યું, "ફીડ ક્લિયર કરતી વખતે, અલ્ગોરિધમે ભૂલથી એક ઈન્ટરેક્શન નોંધ્યું છે. આ મારો પાછળ કોઈ ઈરાદો નહતો. ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સને અપીલ છે કે આ અંગે કોઈ બિનજરૂરી ધારણાઓ ન બાંધો."

તેમ છતાં પણ, ટ્રોલર્સ કોહલીને ટ્રોલ કરવાનું બંધ કરી રહ્યા નથી. કેટલાક તેને જૂઠો કહી રહ્યા છે તો કેટલાક રમુજી મીમ્સ બનાવીને તેની મજાક ઉડાવી રહ્યા છે. જોકે, આ બાબતે અવનીત કૌર (Avneet Kaur) તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નથી આવી.

સોશિયલ મીડિયા અલ્ગોરિધમ શું છે?

સોશિયલ મીડિયા અલ્ગોરિધમ તમને તમારી રુચિઓના આધારે કન્ટેન્ટ બતાવે છે. એટલે કે તમે જે પ્રકારનું કન્ટેન્ટ જુઓ છે તે મુજબનું જ કન્ટેન્ટ તમને બતાવવામાં આવે છે. પરંતુ ક્યારેક કોઈ ખામીને કારણે, યુઝરને કેટલાક અણધાર્યા કન્ટેન્ટ દેખાઈ શકે છે. આ સમસ્યા ક્યારેક અપડેટ્સને કારણે અથવા સ્લો ઈન્ટરનેટને કારણે થાય છે. 

Related News

Icon