
બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ને કોઈ પરિચયની જરૂર નથી. દીપિકાએ દરેક અવસર પર પોતાને સાબિત કરી છે અને આજે તે બોલીવૂડડની ટોપ અભિનેત્રીઓમાંની એક છે. દીપિકા (Deepika Padukone) એ અનેક ફિલ્મોમાં આઈકોનિક પાત્ર ભજવીને પોતાને એટલી સક્ષમ બનાવી કે, તેને ઈન્ડસ્ટ્રીની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક તરીકે ઓળખવામાં છે. પરંતુ દીપિકા (Deepika Padukone) જેટલી તેના એક્ટિંગ માટે જાણીતી છે, તેટલી જ તે પોતાના રિલેશનશિપ્સ અંગે ટ્રોલ પણ થઈ છે.
સંદીપ રેડ્ડી વાંગા સાથે વિવાદ
હાલમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા સાથેના વિવાદના કારણે ચર્ચામાં છે. જોકે આ વિવાદ સીધો બહાર તો ન આવ્યો પરંતુ દીપિકા (Deepika Padukone) એ 'સ્પિરિટ' માંથી બેકઆઉટ કર્યા બાદ અને તેની માંગણીઓ સામે આવ્યા પછી આ મામલો વધુ વકર્યો. ત્યારબાદ વાંગાએ પણ એક ટ્વીટ કર્યું અને આ મામલાએ એક મોટા મુદ્દાનું સ્વરૂપ લીધું. દીપિકા (Deepika Padukone) પહેલા પણ ઘણી વખત વિવાદોનો શિકાર બની ચૂકી છે. આજે અમે તમને તેના એક એવા બોયફ્રેન્ડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રણબીર અને રણવીર પહેલા તેના જીવનમાં આવ્યો હતો.
'હું ક્યારેય તેને મળવા નથી માંગતો'
અમે વાત કરી રહ્યા છીએ એક્ટર અને સુપરમોડેલ મુઝમ્મિલ ઈબ્રાહિમ (Muzammil Ibrahim) ની. દીપિકા મુઝમ્મિલને ત્યારે મળી હતી જ્યારે તે મોડેલિંગના ફેઝમાં હતી. દીપિકા અને મુઝમ્મિલે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા હતા. પરંતુ એક ઇન્ટરવ્યુમાં એક્ટરે કહ્યું કે, તેણે દીપિકાને કારણે એક મોટી ફિલ્મની ઓફર ઠુકરાવી દીધી હતી. દીપિકાએ ક્યારેય મુઝમ્મિલ સાથેના તેના સંબંધો વિશે વાત નથી કરી, પરંતુ મુઝમ્મિલે ચોક્કસપણે કહ્યું હતું કે, "હું તેના વિશે કોઈ વાત કરવા નથી માંગતો. હું ક્યારેય તેને મળવા નથી માંગતો, હું બસ તેની લાઈફ માટે તેને બેસ્ટ ઓફ લક કહેવા માંગું છું."
આ ક્રિકેટર સાથે પણ દીપિકાનું નામ જોડાયું હતું
મુઝમ્મિલ (Muzammil Ibrahim) એ કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. તેને પહેલો બ્રેક એક્ટ્રેસ અને પ્રોડ્યૂસર પૂજા ભટ્ટે આપ્યો હતો. એક્ટરે 'ધોખા' નામની ફિલ્મ કરી હતી. ત્યારબાદ તેણે 'હોર્ન, ઓકે પ્લીઝ' ફિલ્મમાં પણ કામ કર્યું હતું, પરંતુ તે ફિલ્મ ક્યારેય રિલીઝ નથી થઈ. આજે આ એક્ટર એક મોટો સુપરમોડેલ છે. તે સમયે દીપિકા પણ સંઘર્ષ કરી રહી હતી, પરંતુ પછી તેની કારકિર્દીમાં તેને 'ઓમ શાંતિ ઓમ' જેવી સુપર બિગ ફિલ્મ મળી અને તે રાતોરાત સ્ટાર બની ગઈ. મુઝમ્મિલ (Muzammil Ibrahim) એક સ્ટ્રગલિંગ એક્ટર જ રહ્યો. મુઝમ્મિલ પહેલા દીપિકાએ નિહાર પંડ્યા અને અભિનેતા ઉપેન પટેલને પણ ડેટ કર્યાહતા. આ ઉપરાંત અભિનેત્રીનું નામ ક્રિકેટર યુવરાજ સિંહ અને બિઝનેસ ટાયકૂન સિદ્ધાર્થ માલ્યા સાથે પણ જોડાયું હતું.