
પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર તણાવ શરૂ થયો છે. તેમજ બોલિવૂડ ફિલ્મોએ પાકિસ્તાનને ઘણી વખત પડકાર ફેંક્યો છે. ભારતે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો છે. ખાસ કરીને જો તમે સની દેઓલની ફિલ્મો જુઓ છો, તો તેની દેશભક્તિની ભાવના સ્પષ્ટપણે દેખાય છે. આજે તમને હિન્દી ફિલ્મોના આવા 5 ડાયલોગ જણાવશું, જેમાં ભારતે કાશ્મીર પર નજર રાખતા પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ 5 ડાયલોગ દરેક ભારતીયને ગર્વની લાગણી કરાવશે.
વર્ષ 2002માં સની દેઓલ, તબ્બુ અને અરબાઝ ખાન અભિનીત ફિલ્મ મા તુઝે સલામમાં બધા સ્ટાર્સની દેશભક્તિ જોવા મળી હતી. ફિલ્મમાં કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં અરબાઝ ખાનનો એક જોરદાર ડાયલોગ છે, 'દૂધ માંગોગે તો હમ ખીર દેંગે, કાશ્મીર માંગોગે તો હમ ચીર દેંગે.'
'અશરફ અલી! આપકા પાકિસ્તાન જિંદાબાદ હૈ, ઈસસે હમેં કોઈ એતરાજ નહીં લેકિન હમારા હિંદુસ્તાન જિંદાબાદ થા, જિંદાબાદ હૈ ઔર જિંદાબાદ રહેગા.' આ ડાયલોગ ફિલ્મ ગદરમાં પાકિસ્તાનની ધરતી પર ઉભા રહીને બોલાયો હતો. સની દેઓલ અને અમીષા પટેલની આ ફિલ્મ આજે પણ ખૂબ જ પસંદ કરવામાં આવે છે.
'યે હિંદુસ્તાન અબ ચૂપ નહીં બૈઠેગા, યે નયા હિંદુસ્તાન હૈ. યે ઘર મેં ઘુસેગા પણ ઔર મારેગા ભી.' પહેલગામમાં થયેલા તાજેતરના આતંકવાદી હુમલા પછી દરેક ભારતીયને આ ડાયલોગ યાદ હશે. આ ડાયલોગ વિક્કી કૌશલે ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકમાં બોલ્યો હતો.
વર્ષ 2006માં આવેલા ફિલ્મ રંગ દે બસંતી નો શક્તિશાળી ડાયલોગ - 'અબ ભી જિસકા ખૂન કા ખૌલા, ખૂન નહીં વો પાની હૈ.. જો દેશ કે કામ ના આયે વો બેકાર જવાની હૈ.' આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી.
સની દેઓલની ફિલ્મ ગદરનો બીજો એક શક્તિશાળી ડાયલોગ - 'બંટવારે કે વક્ત હમ લોગોં ને આપકો 65 હજાર રૂપયે દિયે થે તબ જાકર આપકે સિર પર તિરપાલ આઈ થી, બરસાત સે બચને કી હૈસિયત નહીં ઔર ગોલી-બારી કી બાત કર રહે હેં આપ લોગ'