
Bollywood news: બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના પૂર્વ પતિ અને બિઝનેસમેન સંજય કપૂરનું અવસાન થયું છે. આ ઘટના ઈંગ્લેન્ડના ગાર્ડસ પોલો ક્લબમાં બની હતી. જ્યાં સંજય કપૂર પોલો રમી રહ્યા હતા. આ દરમ્યાન સંજય અચાનક મેદાનમાં પડી ગયા અને તેઓનો તાબડતોબ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા, પરંતુ તબીબો તેઓને બચાવી ન શક્યા. સંજય એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને તેઓને પોલો રમવાનો ખૂબ શોખ હતો. તેઓના અવસાનથી તેઓના પરિવાર, મિત્રોનો આઘાત લાગ્યો છે.
સંજય કપૂર કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ હતા
ઉલ્લેખનીય છે કે, સંજય કપૂર કરિશ્મા કપૂરના ભૂતપૂર્વ પતિ હતા. કરિશ્મા કપૂર અને સંજય કપૂરે વર્ષ-2003માં લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો હતા - પુત્રી સમાયરા અને પુત્ર કિયાન. જોકે, લગ્નના થોડા વર્ષો પછી, તેમના સંબંધોમાં અંતર આવ્યું અને 2014માં કરિશ્માએ છૂટાછેડા માટે અરજી કરી. 2016માં તેમના છૂટાછેડા થયા. છૂટાછેડા સમયે, કરિશ્માએ સંજય પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા, જેમાં માનસિક અને ભાવનાત્મક ત્રાસનો સમાવેશ થતો હતો. આ મામલો લાંબા સમય સુધી મીડિયામાં હતો.
પ્રિયા સચદેવ સાથે બીજા લગ્ન
કરિશ્મા સાથે લગ્ન કર્યા પછી, સંજય કપૂરે પ્રિયા સચદેવ સાથે બીજી વાર લગ્ન કર્યા. સંજયના મૃત્યુના સમાચાર બહાર આવ્યા બાદ, લોકો સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કરી રહ્યા છે. હાલમાં કરિશ્મા કપૂર તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.