
બોલિવૂડ એક્ટર અજય દેવગનની ફિલ્મ 'Raid 2'ની રિલીઝને હવે થોડો સમય જ બાકી છે.આ ફિલ્મ 1 મે, 2025માં થિયેટરમાં રિલીઝ થવાની છે. ફિલ્મના ટ્રેલર અને ગાયન પહેલા જ રિલીઝ થઇ ચુક્યા છે. અજય દેવગન આ ફિલ્મના પ્રમોશનમાં લાગેલો છે. સેન્સર બોર્ડે આ ફિલ્મને લીલી ઝંડી આપી છે. આ ફિલ્મને સેન્સરબોર્ડ તરફથી U/A 7+ સર્ટિફિકેટ મળ્યું છે.
કેટલી લાંબી હશે ફિલ્મ?
એક રિપોર્ટ અનુસાર, 'Raid 2'ને સેન્સર બોર્ડે U/A 7+ મળ્યું છે. આ સર્ટિફિકેટ મળવાનો અર્થ આ છે કે આ ફિલ્મને દરેક ઉમરના લોકો જોઇ શકે છે અને 7 વર્ષથી નાની ઉમરના બાળકોએ કોઇ વયસ્ક સાથે ફિલ્મ જોવી પડશે. 'Raid 2' 2 કલાક 30 મિનિટ અને 53 મિનિટ લાંબી હશે. આ સાથે સેન્સર બોર્ડે ફિલ્મમાં કેટલાક બદલાવ કરવા માટે કહ્યું છે.
ફિલ્મમાં આ બદલાવ કરવામાં આવ્યા
'U/A' સર્ટિફિકેટ મળવાની સાથે 'Raid 2' પર સેન્સર બોર્ડની કેચી પણ ચાલી છે. સેન્સર બોર્ડે પ્રોડ્યુસરોને 'રેલવે મંત્રી'ની જગ્યાએ 'બડા મંત્રી' કરવા માટે કહ્યું છે.આ સિવાય ફિલ્મની શરૂઆતમાં 8 સેકન્ડનો 'પૈસા, હથિયાર, તાકાત' હટાવવા માટે કહેવામાં આવ્યું છે.
'Raid 2'માં અજય દેવગનનો સામનો રિતેશ દેશમુખ સાથે થશે. તે ફિલ્મમાં નેતા દદા ભાઇની ભૂમિકામાં જોવા મળશે.
Raid 2નું એડવાન્સ બુકિંગ શરૂ
અજય દેવગન ફરી એક વખત મોટા પરદા પર ભ્રષ્ટાચાર સામે લડતો જોવા મળશે. અમય પટનાયકના રોલમાં અજય દેવગન ધમાલ મચાવવા આવી રહ્યો છે. આ વખતે ફિલ્માં બે નવા ચહેરા જોવા મળશે. પ્રથમ ખલનાયકની ભૂમિકામાં રિતેશ દેશમુખ અને બીજી ઇલિયાનાની જગ્યાએ વાણી કપૂર પાર્ટ-2માં અજય દેવગનની પત્નીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું 27 એપ્રિલથી એડવાન્સ બુકિંગ શરૂ થઇ ગયું છે.