Home / Entertainment : Chandrika Tandon, who studied at IIM Ahmedabad, won a Grammy

અમદાવાદ IIMમાં ભણેલી ચંદ્રિકા ટંડને જીત્યો ગ્રેમી, મ્યુઝિક આલ્બમ 'ત્રિવેણી' માટે મળ્યો એવોર્ડ

અમદાવાદ IIMમાં ભણેલી ચંદ્રિકા ટંડને જીત્યો ગ્રેમી, મ્યુઝિક આલ્બમ 'ત્રિવેણી' માટે મળ્યો એવોર્ડ

ગ્રેમી એવોર્ડ્સમાં ભારતીય મૂળના અમેરિકન સિંગર ચંદ્રિકા ટંડનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ટંડનને તેમના આલ્બમ 'ત્રિવેણી' માટે 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ, ચેન્ટ આલ્બમ' માટે પ્રથમ ગ્રેમી એવોર્ડ જીત્યો હતો. ચંદ્રિકાને આ સન્માન દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક  વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે હાંસલ કર્યું હતું. આ ત્રણેયે સાથે મળીને આલ્બમ બનાવ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ચંદ્રિકા ટંડને જીત્યો ગ્રેમી એવોર્ડ

અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએટ 71 વર્ષીય ભારતીય મૂળ અમેરિકન બિઝનેસ લીડર અને સંગીતકાર ચંદ્રિકાએ 'બેસ્ટ ન્યૂ એજ, એમ્બિયન્ટ અથવા ચેન્ટ આલ્બમ' કેટેગરીમાં સખત સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો.

પારંપારિક વૈદિક મંત્રો સાથે રજૂ કર્યો આલ્બમ

ચંદ્રિકાએ દક્ષિણ આફ્રિકાના વાંસળીવાદક વાઉટર કેલરમેન અને જાપાની સેલિસ્ટ એરુ માત્સુમોટો સાથે મળીને ત્રણ નદીઓના સંગમ પરથી નામ આપી આલ્બમમાં પારંપારિક વૈદિક મંત્રો રજૂ કર્યા હતાં, તેમણે ત્રણ અલગ અલગ શૈલી ‘સંગીત એ પ્રેમ છે’, ‘સંગીત આપણી અંદર પ્રકાશ ફેલાવે છે’, ‘સંગીત આપણા અંધકારમય દિવસોમાં જીવનમાં આનંદ અને સ્મિત રેલાવે છે.’ પર સંગીત રજૂ કર્યુ હતું. જેના માટે ગ્રેમી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વેપાર જગતમાં જાણીતું નામ

અમદાવાદની આઈઆઈએમમાંથી એમબીએ પૂર્ણ કર્યા બાદ ચંદ્રિકા 24 વર્ષની વયે અમેરિકાના ન્યૂયોર્કમાં સ્થાયી થયા હતાં. જ્યાં તે McKinsey સાથે પાર્ટનરશિપ કરનારી પ્રથમ ભારતીય અમેરિકન મહિલા પાર્ટનર રહી હતી. તેમણે ન્યૂયોર્કમાં ટંડન કેપિટલ એસોસિએટ્સ શરૂ કર્યું હતું. જે શૈક્ષણિક સંસ્થાઓના રિસ્ટ્રક્ચરિંગ માટે કામ કરે છે. હાલમાં જ તેમણે 2025માં ન્યૂયોર્ક સ્કૂલ ઓફ એન્જિનિયરિંગને 100 મિલિયન ડોલરનું દાન કર્યું હતું. 

કોણ છે ચંદ્રિકા ટંડન

ચેન્નઈમાં એક પરંપરાગત અને રૂઢિચુસ્ત મધ્યમ વર્ગના ઘરમાં જન્મેલા ચંદ્રિકાએ મદ્રાસ ક્રિશ્ચિયન કોલેજમાંથી શૈક્ષણિક અભ્યાસ અને બાદમાં અમદાવાદમાં આઈઆઈએમમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ અમેરિકા સ્થાયી થયા હતાં. ચંદ્રિકા કૃષ્ણમૂર્તિ ટંડન અને તેની નાની બહેન ઇન્દ્રા નૂયી સંગીત સાથે બાળપણથી જ જોડાયેલા હતા. ચંદ્રિકાની નાની બહેન ઈન્દ્રા નૂયી પેપ્સિકોની પૂર્વ સીઈઓ સાથે વિશ્વની ટોચની 50 બિઝનેસવુમન પૈકી એક છે. ચંદ્રિકા સિંગરની સાથે સાતે બિઝનેસ લીડર પણ છે. પરિવાર સામવેદમાં ઊંડુ જ્ઞાન ધરાવતો હોવાથી, કર્ણાટક સંગીત ઉપરાંત વૈદિક મંત્રો ઘરના પરંપરાગત ઉછેરનો એક ભાગ રહ્યો હતા. ચંદ્રિકાએ ગ્રેમી એવોર્ડ જીતવાની સાથે ભારતની સંસ્કૃતિ અને વેદોને વિશ્વ સમક્ષ પ્રચલિત બનાવ્યા છે. 

Related News

Icon