Home / Entertainment : Chhaava Box Office Collection on Day 9

રિલીઝના નવમા દિવસે વિક્કી કૌશલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની 'છાવા', 'તાન્હાજી'ને પાછળ છોડી

રિલીઝના નવમા દિવસે વિક્કી કૌશલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની 'છાવા', 'તાન્હાજી'ને પાછળ છોડી

વિક્કી કૌશલની ફિલ્મ 'છાવા'ને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે. પહેલા અઠવાડિયા પછી પણ, લોકો ફિલ્મ જોવા માટે મોટી સંખ્યામાં થિયેટરમાં ઉમટી રહ્યા છે. હવે આ ફિલ્મ વિક્કી કૌશલની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

પહેલા અઠવાડિયામાં જ 200 કરોડ

લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત ફિલ્મ 'છાવા' પહેલા અઠવાડિયામાં જ જંગી કમાણી કરવામાં સફળ રહી છે. આ ફિલ્મે સાત દિવસમાં બોક્સ ઓફિસ પર 219.25 કરોડ રૂપિયાની કમાણી કરી. આ પહેલા, વિક્કીની કોઈપણ ફિલ્મ આટલી ઝડપથી 200 કરોડના આંકડે નહતી પહોંચી.

વિક્કીના કરિયરની સૌથી સફળ ફિલ્મ

'છાવા' એ વિક્કીના કરિયરને નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. કમાણીની દૃષ્ટિએ, આ ફિલ્મ હવે તેના કરિયરની સૌથી સફળ ફિલ્મ બની ગઈ છે. અગાઉ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક' વિક્કીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ હતી.

ફિલ્મે અત્યાર સુધી આટલી કમાણી કરી 

નવમા દિવસે, 'છાવા' ની કમાણીમાં શુક્રવારની સરખામણીમાં 63.5 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો. શરૂઆતના આંકડા મુજબ, ફિલ્મે બીજા શનિવારે 45 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મનું કુલ કલેક્શન હવે 287.75 કરોડ રૂપિયા થઈ ગયું છે. આ ફિલ્મ હવે 300 કરોડ ક્લબમાં પણ સામેલ થઈ જશે.

'તાન્હાજી: ધ અનસંગ વોરિયર'ને પાછળ છોડી

'છાવા' એ માત્ર નવ દિવસમાં 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર' ની કુલ કમાણીને વટાવી દીધી છે. અજય દેવગણ અભિનીત આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 279.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ ફિલ્મ હવે 'પદ્માવત' ના લાઈફટાઈમ કલેક્શનથી થોડી પાછળ છે. 2018માં રિલીઝ થયેલી સંજય લીલા ભણસાલીની ફિલ્મે ભારતમાં 302.15 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

Related News

Icon