
'સ્ત્રી(૨૦૧૮), 'ભેડિયા' (૨૦૨૨) અને 'સ્ત્રી-૨' (૨૦૨૪) જેવા પ્રોજેક્ટ્સનું દિગ્દર્શક કરનારા ફિલ્મસર્જક અમર કૌશિક કહે છે કે મારામાં સ્ટોરી કહેવાનો જે ગુણ આવ્યો છે એ તો મારી માતા શશી કૌશિકે આપેલી અનેરી-આગવી ભેટ છે. આટલું જ નહીં, મારી દિગ્દર્શિત કરેલી પ્રથમ શોર્ટ ફિલ્મ 'આબા' (૨૦૧૭) તો જીવનના વાસ્તવિક અનુભવો અને પ્રતિભા પર આધારિત હતી. એ તો ખરેખર મારી માતાની વાર્તા હતી.
મારી મા હમણાં જ ચંડીગઢથી આવી છે અને ભોજન કરતાં તેણે મને તેની જીવનની સ્ટોરી કહી. આ પછી તો હું તે અંગે વિચારતો રહ્યો. એ મારા હૃદયને સ્પર્શી ગઈ. હું આખી રાત તેના વિશે વિચારતો રહ્યો. અને બીજા દિવસે સવારે મેં માને કહ્યું,' હું તેના પર એક ફિલ્મ બનાવવા માગું છું. 'મારી 'આબા' ફિલ્મે રાષ્ટ્રીયપુરસ્કાર અને ૬૭ આંતરરાષ્ટ્રીય પુરસ્કારો જીત્યા છે.ફિલ્મમાં મેં મારી માતાને પ્રેમથી 'મમી' તરીકે ઓળખાવી હતી. અને શરૂઆતમાં જ મારી સર્જનાત્મક વૃત્તિને આકાર આપવા બદલ તેમનો આભાર માન્યો હતો. દરેક વ્યક્તિ પોતાની માતાથી પ્રભાવિત હોય છે.લેકિન મેરે સાથ કુછ જ્યાદા હી હૈ! મારી ફિલ્મ -નિર્માણનો ડીએનએ તેમના તરફથી આવ્યો છે, તેમના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. '
તાજેતરમાં જ અમર કૌશિકે 'થામા' નામની ફિલ્મનું પ્રોડક્શન પૂરું કર્યું, જેમાં આયુષ્યમાન ખુરાના છે. અમર કૌશિકનો મહત્ત્વનો પ્રોજેક્ટ 'મહાવતાર' છે, જેમાં વિકી કૌશલ હીરો છે.