
'હૈ જુનૂન' જે છ એપિસોડવાળી મ્યુઝિકલ વેબસિરીઝ છે. આ સિરીઝમાં જેકલીન ફર્નાન્ડીઝ, બમન ઈરાની, નીલ નીતિન મુકેશ જેવાં કલાકારો છે. જ્યારે, સિદ્ધાર્થ નિગમ, યુક્તિ થરીજા, પ્રિયાંક શર્મા, એલિશા મેયર અને સુમેધ મુદગલકર મહત્વના રોલમાં છે. આ સિરીઝ આજથી જિયો હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.
'ડિયર હોંગરાંગ'ની વાર્તા એક છોકરીની આસપાસ ફરે છે જે તેના ભાઈને શોધવા માટે સંઘર્ષ કરે છે. આ સિરીઝમાં લી જે-વૂક, જો બોઆ, કિમ જે-વૂક, પાર્ક બ્યોંગહુન અને ઉહમ જીવોન મુખ્ય ભૂમિકામાં છે. આ સિરીઝ આજથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.
ક્રાઇમ, ડ્રામા, મિસ્ટ્રી વેબસિરીઝ 'બેટ' ગઈકાલે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ છે. આ શોમાં કુલ દસ એપિસોડ છે. મિકુ માટનો, આયો સોલંકે, ક્લેરા એલેક્ઝાન્ડ્રોવા, હન્ટર કાડનલ, ઇવ એડવર્ડ્સ વગેરે કલાકારો આ સિરીઝમાં અભિનય કરતાં દેખાશે.
રાયન ફિલિપ, નથાલી કેલી, માઈકલ સિમિનો અને મેલિસા કોલાઝો અભિનિત 'મોટરહેડ્સ' એ એક અમેરિકન કમિંગ-ઓફ-એજ ડ્રામા ટેલિવિઝન સિરીઝ છે, જે એમેઝોન પ્રાઇમ વિડીયો પર ૨૦ મે, ૨૦૨૫ના રોજ એ રિલીઝ થશે.