ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા પછી અભિનેત્રી અને મોડેલ નતાશા (Natasha) સ્ટેનકોવિક સમાચારમાં રહે છે. એટલું જ નહીં હાર્દિકથી અલગ થયા પછી નતાશા સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય થઈ ગઈ છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના ચાહકો સાથે તેના વેકેશનના ફોટા સાથે તેના જીમના ફોટા અને વિડિયો શેર કરે છે. તાજેતરમાં નતાશા (Natasha) એક ફેશન શોનો ભાગ બની. આ દરમિયાન નતાશાનો (Natasha) આત્મવિશ્વાસ જોવા લાયક હતો, પરંતુ અભિનેત્રીએ રેમ્પ પર કંઈક એવું કર્યું જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા.
આ લુક સાથે રેમ્પ પર આગ લગાવી
નતાશા (Natasha) સ્ટેન્કોવિકે ગોલ્ડન પ્રિન્ટવાળો કાળો ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યો હતો. આ ગાઉન સાથે નતાશાએ લાંબો શ્રગ પણ કેરી કર્યો હતો. અભિનેત્રીએ ગોલ્ડન બાહુબલી ઇયરિંગ્સ અને નેકલેસથી પોતાનો લુક પૂર્ણ કર્યો. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા અને તેને કર્લી સ્ટાઇલ આપી. તેણે મેચિંગ હીલ્સ પણ પહેરી હતી. આ લુકમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
ભરી મહેફિલમાં રેમ્પ પર ઉતાર્યા કપડાં
રેમ્પ પર ચાલતી વખતે, નતાશા (Natasha) સ્ટેન્કોવિકે બધાની સામે તેના ગાઉનના સાઇડ બટનો ખોલી નાખ્યા. તે અહીં જ ન અટકી, નતાશાએ પછી તેના ગાઉન સાથે જોડાયેલ સ્કર્ટ ખોલ્યું અને તે ખુલતાની સાથે જ તે લાંબા ગાઉનમાં ફેરવાઈ ગયું. આ જોઈને ત્યાં હાજર બધા જોતા જ રહી ગયા. આ દરમિયાન એલેક્ઝાન્ડર અને નતાશાનો પુત્ર અગસ્ત્ય પણ કાર્યક્રમમાં હાજર હતો. એલેક્ઝાન્ડર નતાશાને ઉત્સાહિત કરતો અને તેનો વિડિયો બનાવતો જોવા મળ્યો.