
મહારાષ્ટ્ર સાયબર સેલે જાણકારી આપી છે કે, યુટ્યુબ શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ' સામે કેસ નોંધ્યો છે. કુલ 30 થી 40 લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે. શોના પહેલા એપિસોડથી લઈને એપિસોડ 6 સુધીના તમામ લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. દરેકને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. દરેકને નિવેદન નોંધવા માટે બોલાવવામાં આવશે.
https://twitter.com/ANI/status/1889292803706102174
17 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય મહિલા આયોગમાં સુનાવણી
રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW) એ યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયા, સમય રૈના અને અન્ય લોકોને અપમાનજનક ટિપ્પણી બદલ સમન્સ પાઠવ્યું છે. સમગ્ર મામલે 17 ફેબ્રુઆરીએ સુનાવણી નક્કી કરવામાં આવી છે.
https://twitter.com/ANI/status/1889293379709600084
કોમેડિયન સમય રૈનાના શો 'ઈન્ડિયાઝ ગૉટ લેટેન્ટ'માં વિવાદિત નિવેદનને લઈને યુટ્યુબ અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. એકબાજુ જ્યાં વિવાદિત નિવેદનને લઈને રણવીર સહિત શોના પાંચ જજ પર કેસ દાખલ થઈ ચુક્યો છે, તો બીજી બાજુ હવે સંસદમાં પણ આ મુદ્દાએ તુલ પકડ્યું છે. બીજી બાજુ પાંચ પોલીસ અધિકારીઓની ટીમ મંગળવારે (11 ફેબ્રુઆરી) બપોરે મુંબઈના વર્સોવામાં યુટ્યુબર અને પૉડકાસ્ટર રણવીર અલ્હાબાદિયાના ઘરે પહોંચી છે. જણાવી દઈએ કે, રણવીર અલ્હાબાદિયા પર સમય રૈનાના કાર્યક્રમમાં માતા-પિતાને લઈને વિવાદાસ્પદ નિવેદનનો આરોપ લાગ્યો છે.
NHRCએ યુટ્યુબને વિવાદિત વીડિયો હટાવવનો નિર્દેશ કર્યો હતો. સાથે જ 3 દિવસની અંદર જવાબ આપવા પણ જણાવ્યું છે, ત્યારબાદ વીડિયોને દૂર કરવામાં આવ્યો. કેસ દાખલ થયા બાદ ઈન્ડિયા ગૉટ લેટેન્ટ શોના વિવાદિત નિવેદન મામલે મુંબઈ પોલીસે સમય રૈના અને રણવીર અલ્હાબાદિયાનો સંપર્ક કર્યો હતો. પોલીસે બંનેને તપાસ અધિકારીઓ સામે હાજર થઈને સહયોગ કરવા અને આ મામલે પોતાનો પક્ષ મૂકવા કહ્યું છે.