
વર્ષ 2018માં આવેલી ફિલ્મ 'લૈલા મજનુ'માં ડેબ્યૂ કરનાર અભિનેતા અવિનાશ તિવારીએ સંઘર્ષના દિવસોને યાદ કરતા જણાવ્યું હતું કે, 'મને એક ફિલ્મ મળવામાં 15 વર્ષ લાગ્યા હતા. 15 વર્ષના લાંબા સમય પછી મળેલી આ ફિલ્મ 3 દિવસમાં થિયેટરથી ફિલ્મ ગાયબ થઇ ગઈ હતી. ત્યારે મને ખબર પડી કે મારો સંઘર્ષ હજુ બાકી છે.'
શું કહ્યું અવિનાશ તિવારીએ?
એક ઈન્ટરવ્યૂમાં અવિનાશે કહ્યું હતું કે, 'હું એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં શિક્ષણને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. મેં એક્ટિંગને શિક્ષણને રીતે લીધું અને ન્યુયોર્કમાંથી ટ્રેનીંગ મેળવી. હું ભારત પાછો ફર્યો ત્યારે મને લાગ્યું કે હું તૈયાર છું અને એક્ટિંગ ડીગ્રી પછી મને કામ મળશે. આ વર્ષ 2007ની વાત છે. મને લાગતું હતું કે મારા માટે રેડ કાર્પેટ પાથરવામાં આવશે. પરંતુ આવું કશું જ ન થયું. મને ખબર પણ ન હતી કે ક્યાં જવાનું છે.'
હું ડીવીડી બનાવીને પ્રખ્યાત સ્ટુડિયોમાં લઇ જતો
અવિનાશ પોતાની તસવીરો અને પોર્ટફોલિયો સ્ટુડિયોમાં આપવાથી ડરતો હતો. જેને લઈને તેણે કહ્યું હતું કે, 'ન્યૂયોર્કમાં લોકોના પોર્ટફોલિયો હોય છે, જેને કચરાપેટીમાં નાખી દેવામાં આવે છે. જેથી કરીને હું ડીવીડી બનાવીને પ્રખ્યાત સ્ટુડિયોમાં લઇ જતો હતો અને તેમને કહેતો કે, હું સ્ક્રીન પર કેવો દેખાવ છું.'
એક ફિલ્મ મેળવવામાં 15 વર્ષ લાગ્યા
આ સિવાય અવિનાશે ફિલ્મોમાં કામ કરવાના તેના સંઘર્ષ અંગે જણાવ્યું હતું કે, 'મને એક ફિલ્મ મેળવવામાં 15 વર્ષ લાગ્યા હતા. હું થાકી ગયો હતો કારણ કે તેના પછી શું થશે એ મને ખબર નહોતી. મેં એ ફિલ્મમાં ત્રણ વર્ષ કામ કરાયું હતું અને તે ફિલ્મ માત્ર ત્રણ દિવસમાં જ થિયેટરમાંથી ગાયબ થઇ ગઈ હતી. મને ખબર નહોતી કે હવે હું શું કરું? મેં વિચાર કર્યો કે શું મારે વધુ એક ફિલ્મ કરવી જોઈએ. હું એ સમયે સમજ્યો કે આ એક ગેમ છે.'
ઓરીજીનલ રિલીઝ ડેટ બાદ ફરી રિલીઝ કરતા 'લૈલા મજનુ' થઇ હીટ
'લૈલા મજનૂ' તેની ઓરીજીનલ રિલીઝ ડેટના છ વર્ષ પછી સિનેમાઘરોમાં ફરીથી રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોનો એટલો બધો પ્રેમ મળ્યો હતો કે જે પહેલી વાર નહોતો મળ્યો. હાલમાં અવિનાશ તિવારી બોલિવૂડનો એક જાણીતા અભિનેતા બની ગયો છે.