Home / Entertainment : Deepika Padukone admitted to HN Reliance Hospital

દીપિકા પાદુકોણ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ, શું આજે મળશે ગુડ ન્યુઝ?

દીપિકા પાદુકોણ મુંબઈની એચએન રિલાયન્સ હોસ્પિટલમાં દાખલ, શું આજે મળશે ગુડ ન્યુઝ?

બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ તેની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. દીપિકા પાદુકોણ વિશે એવા અહેવાલ હતા કે તે સપ્ટેમ્બરમાં બાળકને જન્મ આપી શકે છે. હવે અભિનેત્રીની કાર મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની અંદર જતી જોવા મળી છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

જણાવવામાં આવી રહ્યું છે કે દીપિકા પાદુકોણને એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. અભિનેત્રી ગમે ત્યારે બાળકને જન્મ આપી શકે છે. દીપિકા પાદુકોણ સાથે તેના પરિવારના કેટલાક અન્ય સભ્યો પણ જોવા મળ્યા હતા.

દીપિકા-રણવીર શુક્રવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા 

નોંધનીય છે કે ગણેશ ચતુર્થીના એક દિવસ પહેલા જ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. દીપિકાએ ટ્રેડિશનલ લુકમાં બાપ્પાના દર્શન કર્યા હતા. તેણે ગ્રીન સિલ્કની સાડી પહેરી હતી. જ્યારે રણવીર સિંહ સફેદ રંગના કુર્તા પાયજામામાં ભગવાન ગણેશના દરબારમાં જોવા મળ્યો હતો.

આ હોસ્પિટલમાં રણબીર-આલિયાની પુત્રનો જન્મ થયો હતો

ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર અને આલિયા ભટ્ટની દીકરી રાહા કપૂરનો જન્મ પણ મુંબઈની એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં થયો હતો. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા. લગ્ન સમયે અભિનેત્રી પ્રેગ્નેન્ટ હતી. લગ્નના સાત મહિનામાં જ તેણે રાહાને જન્મ આપ્યો હતો. રાહાનો જન્મ નવેમ્બર 2022માં એ જ હોસ્પિટલમાં થયો હતો જેમાં હવે દીપિકાની ડિલિવરી થવાના અહેવાલ છે.

રણવીર-દીપિકા લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બનશે

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ લગ્નના 6 વર્ષ બાદ માતા-પિતા બનવા જઈ રહ્યા છે. આ સ્ટાર કપલે વર્ષ 2018માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. દીપિકા પોતાની પ્રેગ્નન્સીને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે તે સપ્ટેમ્બરમાં બાળકનું સ્વાગત કરી શકે છે. હવે તેના હોસ્પિટલમાં દાખલ થવાના કારણે આ સમાચારો ફરી જોર પકડવા લાગ્યા છે.

હાલમાં જ મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું હતું

દીપિકા પાદુકોણે તાજેતરમાં મેટરનિટી ફોટોશૂટ પણ કરાવ્યું હતું. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી ઘણી તસવીરો શેર કરી હતી. તસવીરોમાં તેની સાથે રણવીર સિંહ પણ પોઝ આપતો જોવા મળ્યો હતો.

Related News

Icon