Home / Entertainment : Deepika Padukone proposed to me, we were in a relationship: This actor revealed

દીપિકા પાદુકોણે મને પ્રપોઝ કર્યું હતું, અમે રિલેશનશિપમાં હતા : આ અભિનેતાએ કર્યો ઘટસ્ફોટ

દીપિકા પાદુકોણે મને પ્રપોઝ કર્યું હતું, અમે રિલેશનશિપમાં હતા : આ અભિનેતાએ કર્યો ઘટસ્ફોટ

બોલિવૂડની ગ્લેમરસ દુનિયામાં ભૂતકાળના સંબંધોની સ્ટોરીઓ ઘણીવાર સામે આવતી રહે છે,આવો જ એક કિસ્સો અભિનેતા અને મોડેલ મુઝમ્મિલ ઈબ્રાહિમે કર્યો છે, તેણે ઈન્ડસ્ટ્રીની સાથે-સાથે ચાહકોને પણ ચોંકાવી દીધા છે. ટીવી અને રેડિયો હોસ્ટ સિદ્ધાર્થ કન્નને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મુઝમ્મિલે દાવો કર્યો કે, 'હું દીપિકા પાદુકોણ સાથે બે વર્ષ સુધી રિલેશનશિપમાં હતો. દીપિકાએ જ મને પ્રપોઝ કર્યું હતું.'

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

દીપિકા પાદુકોણે મને પ્રપોઝ કર્યું

આ ઈન્ટરવ્યૂમાં મુઝમ્મિલ ઇબ્રાહિમે તેના અને દીપિકા વચ્ચેના સંબંધો વિશે ખુલીને વાત કરી. તેણે કહ્યું કે, 'જ્યારે દીપિકા મુંબઈ આવી ત્યારે તે પહેલીવાર કોઈને ડેટ કરી રહી હતી અને તે વ્યક્તિ હું હતો. તેણે કહ્યું કે, આ મારો પહેલો સાચો સંબંધ હતો અને તે સમયે દીપિકાએ જ મને પ્રપોઝ કર્યું હતું.'

રિક્ષામાં મુસાફરી અને વરસાદમાં ડેટ

મુઝમ્મિલે દાવો કર્યો કે, 'જ્યારે અમે બંને ડેટ કરી રહ્યા હતા, ત્યારે અમે ખૂબ જ સામાન્ય જીવન જીવતા હતા. મુંબઈના વરસાદમાં ઓટોમાં મુસાફરી કરવી, ગીતોની ફરમાઈશ અને એકબીજા સાથે સમય વિતાવવો એ અમારા માટે ખૂબ જ ખાસ ક્ષણો હતી.' તેણે એક કિસ્સો શેર કરતા કહ્યું કે, 'એકવાર મેં ઓટો ડ્રાઈવર પાસે દીપિકાનું મનપસંદ ગીત સતત 1.5 કલાક સુધી વગાડાવ્યું હતું, જેનાથી દીપિકા ખૂબ ખુશ થઈ ગઈ હતી.'

હું સ્ટાર હતો, તેની શરૂઆત હતી

મુઝમ્મિલે એમ પણ કહ્યું કે, 'તે સમયે હું એક જાણીતો મોડેલ અને અભિનેતા બની ગયો હતો, જ્યારે દીપિકા માત્ર એક ઉભરતી મોડેલ હતી. બંનેએ સાથે ફેશન શો કર્યો હતો અને ત્યાંથી જ અમારી મુલાકાત અને મિત્રતાની શરૂઆત થઈ હતી. હું  ગ્લેડરેગ્સ જેવા શોથી પહેલાથી જ લોકપ્રિય થઈ ગયો હતો અને દીપિકાએ ત્યાંથી જ મને નોટિસ કર્યો હતો.

અમે સારા મિત્રો છીએ

તેણે જણાવ્યું કે, 'બ્રેકઅપ પછી પણ બંને વચ્ચે કોઈ કડવાશ નહોતી. થોડો સમય અમારી વચ્ચે વાત બંધ રહી હતી, પરંતુ ધીમે ધીમે અમે ફરી વાત કરવાનું  શરૂ કર્યું હતું. અમે બંને એકબીજાને સફળતા પર અભિનંદન આપતા હતા. જોકે, દીપિકાએ રણવીર સિંહ સાથે લગ્ન કર્યા પછી, તેનો સંપર્ક તૂટી ગયો.'

હું તેનો ફેન છું

દીપિકાની હાલની સ્થિતિ અંગે મુઝમ્મિલે કહ્યું કે, તે હવે સુપરસ્ટાર છે અને તેને જોઈને મને ખૂબ ગર્વ થાય છે. હું  હંમેશા દીપિકાની ખુશીની કામના કરું છું અને તેના કામનો ફેન છું.

દીપિકાની અફેરની ચર્ચા

નોંધનીય છે કે, રણવીર સિંહ સાથે લગ્ન કરતા પહેલા દીપિકાનું નામ ઘણાં સ્ટાર્સ સાથે જોડાઈ ચૂક્યું છે, જેમાં નિહાર પંડ્યા, રણબીર કપૂર, સિદ્ધાર્થ માલ્યા અને કેટલાક ક્રિકેટર્સ સામેલ છે. જોકે, મુઝમ્મિલ સાથેના તેના સંબંધો અંગે કરવામાં આવેલો આવો દાવો પહેલીવાર પ્રકાશમાં આવ્યો છે.


Icon