
દેવોલીના ભટ્ટાચારર્જીએ તેના પુત્રના અન્નપ્રાશન સંસ્કારની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં પહેલીવાર જોયનો ચહેરો દેખાય છે. દેવોલીના સાથે તેના પતિ શાહનવાઝ પણ છે. તેણે સંપૂર્ણ વિધિ સાથે આ વિધિ કરી છે. દેવોલીનાના નજીકના લોકો આ વિધિમાં હાજર રહ્યા હતા. લોકો ઇન્સ્ટાગ્રામ પર તેને શુભેચ્છા પાઠવી રહ્યા છે. દેવોલીનાએ અન્નપ્રાશન સાથે બાળકનો ચહેરો પણ જાહેર કર્યો છે.
જોયનું અન્નપ્રાશન
મંગળવાર દેવોલીના માટે ખાસ દિવસ હતો. તેણે તેના પુત્ર જોયનો અન્નપ્રાશન સંસ્કાર કર્યો. આ વિધિમાં બાળકને પહેલી વાર ખોરાક આપવામાં આવે છે. આ પછી બાળક ધીમે ધીમે ઘન ખોરાક ખાઈ શકે છે. દેવોલીનાએ લખ્યું છે કે, 'હાથ જોડીને અને હૃદયમાં આભાર સાથે અમે અમારા પ્રિય પુત્ર જોયનું અન્નપ્રાશન કર્યું, તેને પહેલી વાર ભોજન (ભાત) ખવડાવ્યું. મા અન્નપૂર્ણા તેને સ્વાસ્થ્ય, જ્ઞાન અને સંપૂર્ણ જીવન આપે. સુંદર માઈલસ્ટોન અને અને જીવનભર માટે યાદગાર.' તમને જણાવી દઈએ કે દેવોલીનાએ પહેલી વાર અન્નપ્રાશન દ્વારા બાળકનો ચહેરો બતાવ્યો છે. અગાઉ તે ઇમોજીસથી તેનો ચહેરો છુપાવતી હતી.
પુત્ર છ છે મહિનાનો
દેવોલીનાએ તેના પુત્રને પરંપરાગત બંગાળી કપડાં પહેરાવ્યા હતાં. દેવોલીનાના ભાઈ અને નજીકના લોકોએ સમારોહમાં હાજરી આપી હતી. દેવોલીનાના પુત્રનો જન્મ 18 ડિસેમ્બર 2024ના રોજ થયો હતો. તેનો પુત્ર છ મહિનાનો છે. દેવોલીનાના લગ્ન તેના જીમ ટ્રેનર શાહનવાઝ સાથે થયા છે. આંતર-ધર્મ લગ્ન હોવા છતાં બંને એકબીજાના ધર્મનો આદર કરે છે. દેવોલીના ફોલોઅર્સ આ માટે તેની પ્રશંસા કરે છે.