Home / Entertainment : Dharmendra was seen outside hospital with bandage on his eyes

VIDEO / આંખ પર પાટો સાથે હોસ્પિટલની બહાર જોવા મળ્યા ધર્મેન્દ્ર, આ હાલત પણ કહી એવી વાત કે ખુશ થઈ ગયા ફેન્સ

બોલિવૂડના હી-મેન તરીકે જાણીતા પીઢ સુપરસ્ટાર ધર્મેન્દ્ર સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. 89 વર્ષની ઉંમરે પણ, તે ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાના દિલની લાગણીઓ શેર કરે છે. તેઓ પોતે ફેન્સને પોતાની હાલત જણાવે છે અને પોતાના સારા સમયની ઝલક પણ બતાવે છે. તાજેતરમાં ધર્મેન્દ્ર એક વિચિત્ર સ્થિતિમાં જોવા મળ્યા છે. આ જોયા પછી તેમના ફેન્સની ચિંતા ઘણી વધી ગઈ છે. આજે, અભિનેતા મુંબઈની એક હોસ્પિટલની બહાર જોવા મળ્યા હતા જ્યાં ફેન્સ તેમને આંખ પર પાટો બાંધેલા જોઈને ચિંતિત થઈ ગયા હતા અને હવે પૂછી રહ્યા છે કે તેમના ફેવરિટ સ્ટારને શું થયું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

ધર્મેન્દ્રએ આ વાતથી દિલ જીતી લીધા

નોંધનીય વાત એ છે કે આ પરિસ્થિતિમાં પણ ધર્મેન્દ્રની હિંમત જરાય નથી તૂટી. આવી હાલતમાં પણ તેમણે કંઈક એવું કહ્યું જેનાથી લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. ધર્મેન્દ્રએ બંને હાથ ઊંચા કરીને કહ્યું, "હજુ પણ ઘણી તાકાત બાકી છે. મારી આંખોની સારવાર કરાવીને પાછો આવ્યો છું, મારા ફેન્સને ઘણો પ્રેમ, હું સ્ટ્રોંગ છું." આ ઉંમરે ધર્મેન્દ્ર જેવો જુસ્સો બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. અભિનેતાએ તેમની આંખને શું થયું તે અંગે વધુ અપડેટ નથી આપ્યું, પરંતુ તેમના ફેન્સ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે.

લોકોની પ્રતિક્રિયા

એક ફેને લખ્યું, "તમે જલ્દી જ સંપૂર્ણપણે ફિટ થઈ જશો ધર્મેન્દ્ર સર.' બીજા એકે લખ્યું, 'હિંમત હોય તો આમના જેવી." જ્યારે એક વ્યક્તિએ લખ્યું, "આ ઉંમરે પણ તેઓ કેટલા ખુશખુશાલ છે." જ્યારે એક યુઝરે લખ્યું, "ધર્મેન્દ્રનો કોઈ જવાબ નથી, તે સાચા હી-મેન છે." લોકો અભિનેતાની હિંમત અને ખુશખુશાલ સ્વભાવની પ્રશંસા કરી રહ્યા છે.

TOPICS: Dharmendra
Related News

Icon