દિલજીત દોસાંઝ અને નીરુ બાજવાની ફિલ્મ 'સરદાર જી-3' 2025 ની સૌથી વધુ રાહ જોવાતી રિલીઝમાંની એક હતી. એક સમય એવો હતો જ્યારે પાકિસ્તાની કલાકાર હાનિયા આમિર ફિલ્મમાં સામેલ થવાના પ્રારંભિક અહેવાલોએ રાહ વધારી દીધી હતી. જોકે, પહેલગામ હુમલા અને પાકિસ્તાની કલાકારો અને સામગ્રીનો બહિષ્કાર કરવાના ભારતના વલણ પછી, હાનિયા 'સરદાર જી 3'નો ભાગ બનવાથી ફિલ્મ અને દિલજીત દોસાંઝની ભારે ટીકા થઈ છે.
પંજાબી સિંગર-એક્ટર દિલજીત દોસાંઝ વિવાદમાં ઘેરાયો છે. જ્યારથી ફિલ્મ 'સરદાર જી-3'નું ટ્રેલર આવ્યું છે અને તેમાં પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર જોવા મળી છે ત્યારથી દિલજીતના ફેન્સ રોષે ભરાયાં છે. ફિલ્મ અને દિલજીત બન્નેની ટીકા થઇ રહી છે. એપ્રિલમાં પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો છે. હુમલાઓ બાદ, ભારતે દેશમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, અને તેમને ભારતીય શો અને ફિલ્મોમાં ભાગ લેવાથી પ્રતિબંધિત કર્યા હતા. દિલજીત દોસાંઝ દ્વારા પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિર અભિનીત ફિલ્મ 'સરદારજી-3' રિલીઝ કરવાના નિર્ણયની ભારે ટીકા થઈ છે.
બીબીસી એશિયન નેટવર્ક સાથેની એક મુલાકાતમાં, દિલજીતએ શેર કર્યું કે જ્યારે તેમણે ફિલ્મ સાઇન કરી ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ સારી હતી. તેમણે કહ્યું, “જ્યારે ફિલ્મ બનાવવામાં આવી હતી, ત્યારે પરિસ્થિતિ સારી હતી. આ ફિલ્મ ફેબ્રુઆરીમાં શૂટ કરવામાં આવી હતી. તે પછી ઘણી બધી ઘટનાઓ બની જે અમારા નિયંત્રણમાં નથી. જ્યારે તે (પહલગામ હુમલો) થયો, ત્યારે નિર્માતાઓ જાણતા હતા કે તેઓ હવે આ ફિલ્મ ભારતમાં રિલીઝ કરી શકતા નથી. પરંતુ, તેમણે તેને વિદેશમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો કારણ કે તેઓએ ફિલ્મમાં ઘણા પૈસા રોક્યા છે."
શું દિલજીતને 'બોર્ડર 2' ફિલ્મમાંથી હાથ ધોવા પડશે?
FWICE એ કહ્યું કે, 'બોર્ડર 2 જેવી ફિલ્મ ભારતીય સૈનિકો માટે સન્માન છે, જેમણે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. આવી ફિલ્મમાં દિલજીત દોસાંઝને કાસ્ટ કરવો એ ડિસ્ટર્બિંગ છે. આવું કરવાથી માત્ર ફિલ્મના આત્માને જ નહીં, પણ તમામ ભારતીયોને એક એવો સંદેશ પણ મળે છે જે નિરાશાજનક છે.' હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું દિલજીતને 'બોર્ડર 2' ફિલ્મમાંથી હાથ ધોવા પડશે? આ ફિલ્મમાં સની દેઓલ અને વરુણ ધવન પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે. આ ફિલ્મ 2026માં પ્રજાસત્તાક દિવસના અવસરે રિલીઝ થશે.