
Captain America: Brave New World, તેના રોમાંચક એક્શન સિક્વન્સ અને એક અણધાર્યા આશ્ચર્યને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં એક પાત્ર જે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવું જ છે. આજે ભારતમાં રિલીઝ થવા થયેલી આ ફિલ્મમાં એક વર્લ્ડ ડિપ્લોમસી સીન છે જ્યાં સફેદ કુર્તા અને નેહરુ જેકેટ પહેરેલા એક વ્યક્તિને દેખાડવામાં આવ્યા છે, જે ટૂંકી સફેદ દાઢી ધરાવે છે. તેનો દેખાવ પીએમ મોદી જેવો લાગે છે. આ ફિલ્મમાં પાત્રની ઓળખનો કોઈ સીધો ઉલ્લેખ નથી, ત્યારે સોશિયલ મીડિયા પર ફેન્સે ઝડપથી આ સમાનતા જોઈ લીધી છે, ઘણા લોકો રમૂજી રીતે પીએમ મોદીના કેમિયો વિશે અનુમાન લગાવી રહ્યા છે.
એક એક્સ યુઝરે લખ્યું, "#કેપ્ટન_અમેરિકા_બ્રેવ_ન્યૂ_વર્લ્ડમાં મોદીજીના કેમિયોની અપેક્ષા નહોતી રાખી." બીજા યુઝરે પાત્રનો ફોટો શેર કરી લખ્યું, "#કેપ્ટન અમેરિકામાં પીએમ મોદી," જ્યારે અન્યએ મજાકમાં કહ્યું, "માનવામાં નથી આવતું કેપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડમાં તેમને મોદી જેવા કોઈ વ્યક્તિ મળી ગયા!"
https://twitter.com/medhirajdavari/status/1890192315626729645
https://twitter.com/jithendrap18080/status/1890149933803524605
આ પાત્રના દેખાવે ચર્ચા જગાવી છે, ખાસ કારણ એ છે કે તે આંતરરાષ્ટ્રીય સંધિની વાટાઘાટો કરી રહેલા વિશ્વ નેતાઓના જૂથમાં જોવા મળ્યું છે. હિંદ મહાસાગરમાં મળી આવેલી કિંમતી ધાતુની શોધની આસપાસ ફરતા આ સીનમાં એક ભારતીય પ્રતિનિધિનો સમાવેશ થાય છે, જેના કારણે કેટલાક લોકો માને છે કે આ પાત્ર ભારતના રાજકીય નેતાને દર્શાવે છે.
https://twitter.com/harshpal_k/status/1890079055460089944
ફિલ્મના ડાયરેક્ટરે શું કહ્યું?
જોકે, ફિલ્મના ડાયરેક્ટર જુલિયસ ઓનાહે એક ઇન્ટરવ્યુમાં આ અટકળો વિશે વાત કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી, "તે વાસ્તવિક દુનિયાના કોઈપણ વ્યક્તિત્વની નકલ કરવા માટે નથી બનાવ્યું. આ બધું જ શ્રેષ્ઠ ફિલ્મ બનાવવા અને શક્ય તેટલી મનોરંજક વાર્તા કહેવા માટે છે. અને હું રોમાંચિત છું કે હું એન્થોની, હેરિસન અને આ સમગ્ર ક્રૂ સાથે તે કરી શક્યો."
અફવાઓ છતાં, ઓનાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ફિલ્મ, જે વર્તમાન રાજકીય ઘટનાઓના ઘણા સમય પહેલા વિકાસમાં હતી, તે મુખ્યત્વે સુપરહીરો એક્શન સાથે રાજકીય કાવતરુંનું મિશ્રણ છે, જે વાસ્તવિક દુનિયાની ઘટનાઓ સાથે સમાનતા દર્શાવે છે. તેમણે સમજાવ્યું, "મને 2022માં આ પ્રોજેક્ટ માટે નોકરી પર રાખવામાં આવ્યો હતો, અને તે કેટલાક સમયથી વિકાસમાં છે. વાસ્તવિક દુનિયા સાથે ઓવરલેપ થતી કોઈપણ વસ્તુ એક સંયોગ છે." ડાયરેક્ટરે વધુમાં ભાર મૂક્યો કે ફિલ્મનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રેક્ષકોને રોજિંદા મુશ્કેલીઓમાંથી મુક્તિ આપવાનો છે. તેમણે કહ્યું, "પ્રાથમિકતા એ છે કે તમને બે કલાક આપવામાં આવે જ્યાં તમે તમારા જીવનથી બચી શકો અને થિયેટરમાં મજા માણી શકો"
ફિલ્મની વાર્તા
'કેપ્ટન અમેરિકા: બ્રેવ ન્યૂ વર્લ્ડ' એ 'એટર્નલ્સ' (2019) પછીની પહેલી માર્વેલ ફિલ્મ છે જે હિંદ મહાસાગરમાં સેલેસ્ટિયલના ઉદભવનો ઉલ્લેખ કરે છે. વાર્તામાં વૈશ્વિક મંચ પણ દર્શાવવામાં આવ્યો છે જેમાં વિશ્વના નેતાઓ એક નાજુક આંતરરાષ્ટ્રીય કરાર પર વાટાઘાટો કરી રહ્યા છે, જે ફિલ્મને ફક્ત એક એક્શનથી ભરપૂર સાહસ કરતાં વધુ બનાવે છે, તે સુપરહીરો ડ્રામાને રાજકીય ષડયંત્ર સાથે મિશ્રિત કરે છે.
આ ફિલ્મ 14 ફેબ્રુઆરીએ ભારતમાં રિલીઝ થઈ છે, જેમાં એન્થોની મેકી, હેરિસન ફોર્ડ અને ડેની રામિરેઝ, શિરા હાસ, ખોશા રોકમોર, કાર્લ લમ્બલી, લિવ ટાયલર અને ટિમ બ્લેક નેલ્સનનો સમાવેશ થાય છે. તે અંગ્રેજી તેમજ હિન્દી, તમિલ અને તેલુગુ ડબ વર્ઝનમાં ઉપલબ્ધ થશે.