લોકો લગ્નમાં રોનક વધારવા માટે કોઈ કસર નથી છોડતા. ઢોલ-નગારા, સોન્ગ-ડાન્સ બધુ જ ધૂમધામથી થાય છે. ઘણી વખત આ ખુશીને બેવડી કરવા માટે લોકો સેલિબ્રિટીને પણ આમંત્રિત કરે છે. પરંતુ ક્યારેક-ક્યારેક ત્યાં એવો માહોલ બની જાય છે કે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ માડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે એક લગ્ન સાથે જોડાયેલો છે. આ લગ્નમાં ફેમસ સંગીતકાર અને ગાયક શંકર મહાદેવન પહોંચ્યો હતો. સ્ટેજ પર જ્યારે તેણે દુલ્હા સાથે તાલ મિલાવવાનું શરૂ કર્યું તો કદાચ તેને પણ અંદાજો નહીં હોય કે, દુલ્હો પોતે પણ ખૂબ જ સારો સિંગર છે.
'મેં અત્યાર સુધી આવો દુલ્હો નથી જોયો'
વાત હતી શંકર મહાદેવનના ફેમસ ગીત 'બ્રેથલેસ'ની જે એક જ શ્વાસમાં ગાવામાં આવે છે. જ્યારે શંકર મહાદેવને દુલ્હાને બ્રેથલેસ ગીતની ચેલેન્જ આપી તો, તમામ લોકને લાગ્યું કે, કદાચ દુલ્હો મુશ્કેલીમાં મુકાઈ જશે. પરંતુ જેવો દુલ્હાએ સૂર પકડ્યો, મહેમાનો ચોંકી ગયા. દુલ્હાની ગજબની સિંગિગ જોઈને શકંર મહાદેવન પણ દંગ રહી ગયો અને બોલ્યો કે, 'મેં અત્યાર સુધી આવો દુલ્હો નથી જોયો.'
ઈન્ટરનેટ પર વીડિયોએ ધૂમ મચાવી
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @WeUttarPradesh નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો હતો, જે હવે વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અલગ-અલગ પ્લેટફોર્મ પર હજારો વખત શેર કરવામાં આવી ચૂક્યો છે. લોકો દુલ્હાની સિંગિંગ સ્કિલ્સ જોઈને દંગ રહી ગયા છે.
કોમેન્ટ્સની વાત કરીએ તો એક યુઝરે લખ્યું, 'વાહ! આવો દુલ્હો દરેક લગ્નમાં હોવો જોઈએ!' બીજી તરફ બીજા એક યુઝરે શાનદાર, કમાલ, અદ્ભૂત જેવા શબ્દોથી દુલ્હાના વખાણ કર્યા છે.