
વર્ષો સુધી મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીથી ગાયબ રહ્યા પછી હની સિંહે બ્લોકબસ્ટર વાપસી કરી છે. એક પછી એક તેમના ગીતો આવી રહ્યા છે. આ સાથે જ દરેક ગીતોને જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તેમના આલ્બમ ગ્લોરીનું નવું ગીત મેનિયાક (Maniac) ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આમાં હની સિંહ સાથે ગ્લેમરસ અભિનેત્રી એશા ગુપ્તા જોવા મળી રહી છે.
એક તક આપીને હનીએ રાતોરાત સ્ટાર બનાવી દીધી
આ ગીત હનીના બધા જૂના ગીતોમાં ખાસ છે, કારણ કે આ ગીતને ભોજપુરી ટચ આપવામાં આવ્યો છે. સ્ત્રીની પંક્તિઓ ભોજપુરીમાં છે. સૌથી મોટી વાત એ છે કે, તે એક ભોજપુરી ગાયકે ગાયું છે. રાગિની વિશ્વકર્મા ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કોઈ મોટું નામ નથી. પરંતુ તેને એક તક આપીને હનીએ રાતોરાત સ્ટાર બનાવી દીધી છે. તેમનું આ ગીત યુટ્યુબ પર ટ્રેન્ડ કરી રહ્યું છે.
ગઈકાલ સુધી તેને માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ ઓળખતા હતા
ગીતમાં "દીદિયા કે દેવરા..." પંક્તિઓ ગાવા બદલ રાગિનીને ખૂબ પ્રશંસા મળી રહી છે. તમે જાણો છો કે રાગિણી કોણ છે? ગઈકાલ સુધી તેને માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો જ ઓળખતા હતા. પણ આજે તેના વિશે જાણવા માટે ગુગલ કરી રહ્યા છે.
રસ્તાઓ પર તબલા અને હાર્મોનિયમ સાથે ગાઈને પૈસાની કમાણી કરે છે
રાગિણી એક ગરીબ પરિવારમાંથી આવે છે. તે રસ્તાઓ પર તબલા અને હાર્મોનિયમ સાથે ગાઈને પૈસાની કમાણી કરે છે. રાગિણી યુપીની છે. તેમણે હની સિંહની પ્રશંસા કરી છે. રાગિણીની એક યુટ્યુબ ચેનલ છે, જ્યાં તેણે ગાયેલા ગીતોનો વીડિયો અપલોડ કરે છે. કેટલાક મ્યુઝિક વીડિયોમાં તેણે ગીત સાથે એક્ટિંગ પણ કરી છે.
પછી રાગીણીને ખબર પડી કે, તેનું ગીત હની સિંહ સાથે છે
રાગિનીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, 'મેં ક્યારેય નહોતું વિચાર્યુ કે, હું હની સિંહ સાથે ગીત ગઈશ.. મને દુઃખ છે કે ભોજપુરી ઈન્ડસ્ટ્રીના ગાયકોને ક્યારેય તક નથી આપવામાં આવી.' રાગિનીને કહેવામાં આવ્યું કે, બોલિવૂડ માટે એક ગીત રેકોર્ડ કરવું પડશે. જ્યારે ગીત આવ્યું ત્યારે તેને ખબર પડી કે, તેનું ગીત હની સિંહ સાથે છે.તે ભોજપુરી ગઝલો, લગ્નના ગીતો અને અવધી ગીતો ગાય છે. રાગીનીને ખુબ પ્રેમ મળ્યા બાદ હની સિંહ અને તેના ચાહકોનો આભાર માન્યો હતો. કેટલાક લોકો રાગિનીની ગાઈડલાઈનને અભદ્ર અને અશ્લીલ કહીને ટ્રોલ કરી રહ્યા છે. પણ એમાં કોઈ શંકા નથી કે, આ ગીતે તેને સ્ટાર બનાવી દીધી છે.