
ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનો રોલ મુનમુન દત્તા કરી રહી છે. આ ટીવી શોના દરેક પાત્રો ઘર-ઘરમાં જાણીતા છે. મુનમુન દત્તા વર્ષોથી આ શોનો હિસ્સો છે. ત્યારે હવે હાલમાં જ કોરિયોગ્રાફર અને ડાયરેક્ટર ફરાહ ખાન મુનમુન દત્તાના ઘરે પહોંચી હતી. ફરાહ ખાન તેની પાસેથી બંગાળી ડિશ બનાવતા પણ શીખી. આ દરમિયાન ફરાહે એક્ટ્રેસને તેના શરૂઆતના દિવસો અંગે સવાલ કર્યા હતા. મુનમુનને પૂછ્યું કે આખરે તારહ મહેતા શોમાં તેને કામ કેવી રીતે મળ્યું હતું. તેનો જવાબ આપતા મુનમુને કહ્યું કે, "મેં આ શો માટે ઓડિશન્સ આપ્યા હતા. ઓડિશન આપ્યા બાદ જ મને આ શોમાં કામ મળ્યું હતું. જ્યારે હું કોલેજમાં હતી ત્યારે મેં એક શો કર્યો હતો. ત્યારે હું માત્ર 17 વર્ષની હતી."
આ પણ વાંચો: ભારતીય ફિલ્મ 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' એવોર્ડ ચૂકી ગઈ, અહીં જાણો ગોલ્ડન ગ્લોબ વિનર્સનું સંપૂર્ણ લિસ્ટ
શાહરૂખ ખાન સાથે એડમાં કામ કર્યું
એક્ટ્રેસે નાની ઉંમરમાં જ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો અને અનેક એડ અને ફિલ્મ પ્રોજેક્ટ્સમાં કામ કર્યું. મુનમુને શાહરૂખ ખાન સાથે પણ એક એડમાં કામ કર્યું હતું. આ દરમિયાન એક્ટ્રેસે કિંગ ખાન સાથે કામ કરવા અંગેનો પોતાનો અનુભવ ફરાહ ખાન સાથે શેર કર્યો હતો.
શાહરૂખ ખાન હતો મુનમુન દત્તાનો બાળપણનો ક્રશ
એક્ટ્રેસે આગળ કહ્યું કે, "મેં 'હમ સબ બારાતી' શો કર્યો હતો. એક્ટિંગ ફિલ્ડમાં તે મારો પહેલો અનુભવ હતો. મને ખબર જ નહોતી કે એક્ટિંગ કેવી રીતે કરવાની હોય છે. શાહરૂખ ખાન સરના દિલમાં 'તારક મહેતા' શો માટે એક અલગ જ સ્થાન છે. તેઓ અમારા બધાની ઈજ્જત કરે છે. તેઓ મારો બાળપણનો ક્રશ પણ રહી ચૂક્યા છે. લોકોનું કહેવું છે કે, તમારે તમારા ક્રશને ન મળવું જોઈએ, પરંતુ શાહરૂખ સરને મળ્યા બાદ તો હું તેમને વધુ પ્રેમ કરવા લાગી."