
અભિનેતા હૃતિક રોશને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મ 'કરણ અર્જુન'ના સેટ પરથી પોતાનો અનુભવ શેર કર્યો છે. આ દરમિયાન તેણે સલમાન ખાન અને શાહરૂખ ખાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે સલમાન અને શાહરૂખ સાથેનો ફોટો પણ શેર કર્યો હતો.
આ પણ વાંચો: VIDEO / ટીવી પર પરત ફરી રહ્યા છે દયા, અભિજીત અને એસીપી પ્રદ્યુમન, મેકર્સે પ્રોમો સાથે શેર કરી CIDની રિલીઝ ડેટ
હૃતિક રોશને આ પોસ્ટ શેર કરી
ઇન્સ્ટાગ્રામ પર જૂના ફોટો શેર કરતા હૃતિકે કેપ્શનમાં લખ્યું, 'કરણ અર્જુનનો અનુભવ. હા, હું કરણ અને અર્જુન સાથે યુવાન કબીર જેવો દેખાઉં છું. એક આસિસ્ટન્ટ તરીકે, મને યાદ છે કે રિલીઝના દિવસે મિનર્વા મુખ્ય થિયેટર હતું. ફિલ્મ અહીં રિલીઝ થવાની હતી. પપ્પાના અન્ય આસિસ્ટન્ટ અનુરાગ અને મેં રિલીઝ પહેલા પ્રિન્ટની સ્ક્રીનીંગ કરી અને અમે ખૂબ જ નિરાશ થયા કે પ્રિન્ટ ડાર્ક અને નીરસ લાગતી હતી.
હૃતિકે કહ્યું, 'અમે આખી સ્ક્રીન ધોવડાવી અને જ્યારે ગંદકી દૂર થઈ ત્યારે અમે મેનેજરને એમ કહેતા સાંભળ્યા કે આજે 15 વર્ષ પછી સ્ક્રીન ધોવાઈ છે.'
આ સિવાય હૃતિકે કહ્યું કે, 'ભાંગડા પાલે' ગીત દરમિયાન શાહરૂખ ખાન અને સલમાન ખાનની ટીમે મોડી રાત્રે કારમાં સરિસ્કાથી દિલ્હી જવાનું નક્કી કર્યું અને સવાર સુધીમાં પરત ફરવાનું વચન આપ્યું. હું તેમને રોકવા માટે કારના બોનેટ પર કૂદી ગયો. કારણ કે કોલનો સમય સવારના 6 વાગ્યાનો હતો અને મારે એ સુનિશ્ચિત કરવાનું હતું કે મારા પપ્પા (રાકેશ રોશન) ને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે અને કામ બંધ ન થાય.
એક્ટરે કહ્યું, 'સલમાન ખાન અને શાહરૂખ ખાનને એક્ટિંગ કરતા જોવા એ ખરેખર મારા માટે ઘણું શીખવા જેવું હતું. તે સમયે હું 17 વર્ષનો હતો અને આ મારા માટે એક મોટો પાઠ હતો. આ અત્યાર સુધીની બેસ્ટ ઓન-સેટ પ્રેક્ટિકલ એક્ટિંગ સ્કૂલ હતી. 'કરણ અર્જુન' ફરીથી થિયેટરમાં રિલીઝ થઈ છે.'