
મેં હંમેશા મારાથી 20 વર્ષ મોટા લોકો સાથે કામ કર્યું છે, પછી તે દિગ્દર્શક હોય, એક્ટર હોય કે પછી નિર્માતા! જો તમારી પાસે કોઈનો સપોર્ટ ન હોય તો આ ક્ષેત્રમાં આગળ વધવાનું સરળ તો નથી જ.
ઘણા ઓછાને ખબર હશે કે તમન્ના ભાટિયાએ ૧૩ વર્ષની વયે આ સિનેમા વિશ્વમાં ડગ માંડયા હતા. માત્ર ૧૫ વર્ષની વયે તેની પ્રથમ ફિલ્મ 'ચાંદ સા રોશન ચહેરા' (૨૦૦૫) રિલીઝ થઈ હતી. આ વર્ષે આ
તમન્ના ભાટિયા કહે છે, 'મારી પ્રથમ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું હજુ દસમા ધોરણની પરીક્ષા આપતી હતી. જીવનના એ તબક્કે હું વિચારતી હતી કે કે મને બધુ જ જ્ઞાાન થઈ ગયું છે. જાણે કે હું કોઈ મિની દાદીમા હોઉં! એ તબક્કે મેં આપેલી મુલાકાતો આજે જોઉં છું તો મને એ અત્યંત રમૂજી લાગે છે.'
તમન્નાની પરિપકવતાએ તેને ફિલ્મ લાઇનમાં પોતાનું સ્થાન જાળવી રાખવામાં મદદ કરી છે. એ કહે છે, 'મેં હંમેશા મારાથી ૨૦ વર્ષ મોટા લોકો સાથે કામ કર્યું છે, પછી તે દિગ્દર્શક હોય, એક્ટર હોય કે પછી નિર્માતા! જો તમારી પાસે કોઈનો સપોર્ટ ન હોય તો આ ક્ષેત્રમાં આગળ વધવાનું સરળ તો નથી જ. મારો સૌથી મોટો સધિયારો તો મારા પરિવારનો જ હતો. મારાં માતાપિતાએ ક્યારેય મારા બાળપણમાં મારી સાથે એવું વર્તન કર્યું નથી, જેને કારણે મને આંચકો લાગે.'
બેશક, તમન્નાએ ઉંમર અને અનુભવની સાથે નિપુણતા મેળવી છે. એ કહે છે, 'તમે 'બાહુબલી' ફિલ્મ લો કે 'સ્ત્રી-ટુ'નું મારું હિટ ગીત 'આજ કી રાત' લો... મારા કામે એક કલાકાર તરીકે મારો સતત વિકાસ કર્યો છે. હું હજુય શીખી રહી છું, આગળ વધી રહી છું, મજબૂત બની રહી છું.'
તમારી કારકિર્દીમાં સૌથી મોટો પ્રોજેક્ટ ક્યો હતો? આવા પ્રશ્નના ઉત્તરમાં તમન્ના કહે છે, ''બાહુબલી' પછી મેં મારી શક્તિને સમજવાની શરૂઆત કરી હતી તેમ કહી શકાય. હું એક સરળ વ્યક્તિ છું, પરંતુ સરળ રહેવાથી તમે સામાન્ય નથી બની જતાં. આ વાત તો મારા જીવનનું સૂત્ર બની ગયું છે. જીવનમાં મારાં ધ્યેય હંમેશા ઊંચાં રહ્યાં છે. વ્યાવસાયિક રીતે હું બધા જ મુખ્ય કલાકારો સાથે જોડી બનાવવામાં સફળ રહી છું. ઓટીટી આવ્યું પછી મેં એમાં પણ આગેકૂચ કરી અને સારા સારા પ્રોજેક્ટ્સમાં સફળતાપૂર્વક કામ કર્યું.'
અભિનેતા વિજય વર્મા સાથેના સંભવિત બ્રેકઅપને કારણે તમન્ના હેડલાઈન્સમાં ચમકતી રહે છે. જોકે એણે હજુ સુધી આ અટકળો અંગે કોઈ ટિપ્પણી કરી નથી. લોકો ધારણા બાંધતા રહે ને એ બહાને એ સમાચારોમાં ઝળકતી રહે તે એના માટે સારું જ છે!