
ફિલ્મ જગતથી હવે અમુક નવા કલાકાર પડદા પર પોતાની ઓળખ બનાવવા સામે આવી રહ્યાં છે. ઘણા મોટા સ્ટારકિડ્સ પણ હવે એક્ટર્સ તરીકે ફિલ્મોમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. આવા જ એક સ્ટારકિડ્સના ડેબ્યૂનો ઈન્તેજાર ચાહકો ઘણાં સમયથી કરી રહ્યા હતા જેનું નામ ઈબ્રાહિમ અલી ખાન છે.
સૈફ અલી ખાન બાદ લોકો તેના પુત્રને એક્ટિંગના વારસાને આગળ લઈ જતાં જોવા ઈચ્છતાં હતાં. જોકે આવું થતું દેખાતું નથી. દર્શકોને નાદાનિયાં ફિલ્મ ખાસ પસંદ આવી નથી. ખુશી કપૂર અને ઈબ્રાહિમની એક્ટિંગ પર લોકો ઘણા પ્રકારના સવાલ ઉઠાવી રહ્યાં છે. આ દરમિયાન એક્ટર તરીકે ડેબ્યૂ કરનાર ઈબ્રાહિમ અલી ખાન અને પાકિસ્તાની ફિલ્મ ક્રિટિકની ચેટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં બંને વચ્ચે ચડભડ થતી જોવા મળી રહી છે. ચેટમાં અભિનેતા તે ક્રિટિકને ધમકાવતો હોય તેવું લાગે છે.
ફિલ્મ રિવ્યૂ પર ભડક્યો અભિનેતા?
વાઈરલ થઈ રહેલા સ્ક્રીનશોટને જોઈને લાગી રહ્યું છે કે અભિનેતા પોતાની પહેલી ફિલ્મ બાદથી ચર્ચામાં આવી ગયો છે. પાકિસ્તાની ફિલ્મ સમીક્ષક તમૂર ઈકબાલે તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ઈબ્રાહિમ અલી ખાન સાથેની એક ચેટનો ફોટો શેર કર્યો હતો. આ ચેટમાં ઈબ્રાહિમ નાદાનિયાં ફિલ્મ અંગે પાકિસ્તાની ક્રિટિકે કરેલા રિવ્યૂનો જાણે ગુસ્સામાં જવાબ આપતો હોય તેવું લાગે છે.
સૈફના પુત્ર ઈબ્રાહિમે શું કહ્યું?
સ્ક્રીનશોટ અનુસાર ઈબ્રાહિમના વાઈરલ સ્ક્રીનશોટમાં લખ્યું હતું, 'તમૂર લગભગ તૈમૂર જેવો છે... તારું નામ લગભગ મારા ભાઈ જેવું છે. પરંતુ બંનેમાં શું અંતર છે? તેનો ચહેરો. તું કોઈ કચરાના કદરૂપી ટુકડા જેવો લાગે છે કેમ કે તમે પોતાની વાતો પોતાના સુધી જ મર્યાદિત રાખી શકતાં નથી તેથી ચિંતિત ન થાવ, તે પણ તમારી જ જેમ અપ્રાસંગિક છે. મને તારા અને તારા પરિવાર માટે ખરાબ લાગી રહ્યું છે અને જો હું તને એક દિવસ રસ્તા પર ક્યારેય મળી ગયો તો મોઢું બગાડી દઈશ, તુ એક હરતો-ફરતો મેલનો ટુકડો છે.'
ફિલ્મ ક્રિટિકે શું કહ્યું?
ઈબ્રાહિમ અલી ખાનની આવી પ્રતિક્રિયા બાદ પાકિસ્તાની ક્રિટિક પણ પોતાનો રિસ્પોન્સ આપે છે. પોસ્ટ પર તેણે લખ્યું કે 'હા આ માણસને હું જોવા ઈચ્છતો હતો. હા નાકની ટોચ પર કરવામાં આવેલી ટિપ્પણી ખરાબ હતી. બાકી હું સંપૂર્ણરીતે જવાબદાર છું. તમારા પિતાજીનો ખૂબ મોટો ચાહક છું. તેમને નિરાશ ન કરો.'