ઋષભ શેટ્ટીની 'કાંતારા'ની પ્રિકવલની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મનું નામ 'કાંતારાઃ ચેપ્ટર 1' છે. હાલમાં જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે. લોકો ટીઝરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ''કાંતારાઃ ચેપ્ટર 1'ના ટીઝરમાં ઋષભ શેટ્ટી પાવરફુલ લુકમાં જોઈ શકાય છે. આ ટીઝરમાં ઋષભ શેટ્ટીનો લુક પહેલી ફિલ્મ કરતાં વધુ ખતરનાક લાગે છે.
આ પણ વાંચો: 'તારક મહેતા' છોડવા મામલે 'જેઠાલાલ'નો ખુલાસો, અસિત મોદી સાથે ઝઘડાની શું છે હકીકત?
ટીઝરમાં એક દમદાર ડાયલોગ છે. ટીઝર શરૂ થતા જ લખેલું આવે છે કે 'એ ક્ષણ આવી ગઈ છે'. 'દૈવી વન ગણગણાટ કરે છે.' બેકગ્રાઉન્ડમાં એક અસ્પષ્ટ ફોટો દેખાય છે જેમાં ઋષભ શેટ્ટી હાથમાં મશાલ પકડેલો જોવા મળે છે, બેકગ્રાઉન્ડમાં ડાયલોગ સંભળાય છે 'રોશની! રોશનીમાં તો બધાને બધું જ દેખાય છે, પણ આ રોશની નથી. આ દર્શન છે. જે થઈ ગયું છે જે થવાનું છે તે બધું જ દેખાડનાર. શું તે દેખાઈ રહી છે?' આ ડાયલોગ બાદ અભિનેતા શિવ સ્વરૂપમાં જોવા મળે છે, જેના હાથમાં ત્રિશૂલ છે અને રૂદ્રાક્ષની માળા ધારણ કરી છે. તે લોહીથી લથપથ જોવા મળે છે. લોકો આ ટીઝરના ડાયલોગને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આ દિવસે રિલીઝ થશે ફિલ્મ
ઋષભ શેટ્ટી દ્વારા લિખિત અને દિગ્દર્શિત 'કાંતારા: ચેપ્ટર 1' 2 ઓક્ટોબર, 2025ના રોજ થિયેટરમાં રિલીઝ થશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 'કાંતારા' માટે ઋષભ શેટ્ટીને નેશનલ એવોર્ડ સહીત અન્ય ઘણા એવોર્ડ મળ્યા છે. ઋષભ શેટ્ટીની કંતારા અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક છે. તમને જણાવી દઈએ કે ઋષભ શેટ્ટીની કન્નડ ફિલ્મ 'કાંતારા'એ દુનિયાભરમાં 406.75 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.