
બોલિવૂડ અભિનેત્રી કરિશ્મા કપૂરના એક્સ હસબન્ડ અને બિઝનેસમેન સંજય કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. ઈંગ્લેન્ડમાં પોલો રમતી વખતે તેને હાર્ટએટેક આવ્યો હતો. વર્ષ 2003માં સંજય કપૂરે કરિશ્મા કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો પણ છે. તેમની દીકરીનું નામ સમાયરા અને પુત્રનું નામ કિયાન છે. વર્ષ 2016માં બંને એ છૂટાછેડા લીધા હતા.
સંજય કપૂરની નેટવર્થ
સંજય કપૂરનું નામ દુનિયાના ધનિકોમાં સામેલ હતું. રિપોર્ટ્સ અનુસાર સંજય કપૂરની નેટવર્થ 10,300 કરોડ રૂપિયા છે. તે 'સોના કોમસ્ટાર' ના માલિક હતો, જે ગ્લોબલ ઓપરેશન્સમાં લીડિંગ ઓટોમોટિવ કોમ્પોનેન્ટ ફર્મ છે. આ ફર્મ ભારતની સાથે ચીન, મેક્સિકો, સર્બિયા અને યુએસમાં મેન્યુફેક્ચરિંગ કરે છે. રિપોર્ટ્સ અનુસાર તે દુનિયાના 2703મો સૌથી ધનવાન વ્યક્તિ હતો. સંજયના પિતાએ સોના કોમસ્ટારની શરૂઆત 1997માં કરી હતી. સંજયે કોલેજ પછીથી જ ફેમિલી બિઝનેસની જવાબદારી લીધી હતી.
કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા બાદ પ્રિયા સચદેવ સાથે કર્યા હતા લગ્ન
નોંધનીય છે કે, 2016માં બોલિવૂડ એક્ટ્રેસ કરિશ્મા કપૂર સાથે છૂટાછેડા લીધા બાદ સંજય કપૂરે વર્ષ 2017માં પ્રિયા સચદેવ સાથે લગ્ન કર્યા હતા. પ્રિયા સચદેવ વ્યવસાયે મોડલ અને અભિનેત્રી છે. 2018માં તેણે દીકરા અજારિયસને જન્મ આપ્યો હતો. સંજયના આ ત્રીજા લગ્ન હતા.