
અલ્લુ અર્જુનની પુષ્પા-2ને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, ફક્ત ચાર દિવસમાં ફિલ્મે ગ્લોબલી આશરે 800 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં અલ્લુ અર્જુનના 'પુષ્પા' પાત્રને તો પસંદ કરવામાં આવી જ રહ્યું છે. સાથે જ ફહદ ફાઝિલના પાત્ર ભંવર સિંહ શેખાવતની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે, ફહદના આ પાત્રના કારણે હવે કરણી સેનાની તરફથી મેકર્સને ધમકી પણ મળી રહી છે.
વીડિયો શેર કરી આપી ધમકી