Home / Entertainment : Karthik Aryan is treated the same as Sushant

'કાર્તિક આર્યન સાથે પણ સુશાંત જેવો જ વ્યવહાર', સિંગરનો મોટો દાવો

'કાર્તિક આર્યન સાથે પણ સુશાંત જેવો જ વ્યવહાર', સિંગરનો મોટો દાવો

સંગીતકાર અમાલ મલિક તેના પરિવાર સાથે સંકળાયેલી બાબતોને કારણે પણ સમાચારમાં રહે છે. તાજેતરમાં, તેણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા તેના પરિવાર સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, હવે તેનું એક નવું નિવેદન ચર્ચામાં આવ્યું છે, જે તેણે બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન વિશે આપ્યું છે. ખાસ વાત એ છે કે કાર્તિકની તુલના કરતી વખતે, તેણે સુશાંત સિંહ રાજપૂતનું નામ પણ લીધું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

 કાર્તિક આર્યનને બનાવવામાં આવી રહ્યો છે નિશાન 

અરમાન મલિકના ભાઈ અને સંગીતકાર અમાલ મલિકે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તે કહે છે કે બોલિવૂડના લોકપ્રિય ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકો દ્વારા કાર્તિક આર્યનને નિશાન બનાવવામાં આવી રહ્યો છે. આવું પહેલા જ સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે કરવામાં આવ્યું હતું. જેનું વર્ષ 2020 માં આત્મહત્યા કરીને મૃત્યુ થયું હતું.

એક ઇન્ટરવ્યૂમાં અમાલ મલિકે કહ્યું કે સુશાંતના મૃત્યુ પછી લોકોને બોલિવૂડનું સત્ય ખબર પડી. પરંતુ આ પહેલા કોઈને ખ્યાલ નહોતો કે આ ઇન્ડસ્ટ્રી એટલી ડાર્ક છે કે કોઈને આટલું મોટું પગલું ભરવા માટે મજબૂર કરી શકે છે.

સુશાંત હેન્ડલ ના કરી શક્યો

આ મામલે અમાલે સુશાંત વિષે વાત કરતા વધુમાં કહ્યું કે, 'સુશાંતસિંહ રાજપૂત હેન્ડલ ન કરી શક્યો. કેટલાક લોકો તો તેને હત્યા પણ કહે છે અને તપાસમાં આત્મહત્યા હોવાનું જાણવા મળ્યું. ગમે તે થાય, તે માણસ તો ગયો છે. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો તેના મન પર કંઈક પ્રભાવ પડ્યો હશે. લોકોએ હંમેશા તેને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કર્યો. પરંતુ જ્યારે લોકોને તેની વેદના વિશે ખબર પડી, ત્યારે લોકો બોલિવૂડ સામે થઈ ગયા. મને નથી લાગતું કે સુશાંતના મૃત્યુ પહેલા ઇન્ડસ્ટ્રીની જાહેરમાં આટલી ટીકા થઈ હોય.'

કાર્તિક આર્યન વિષે અમાલે કહ્યું...

અમાલે એવો પણ દાવો કર્યો હતો કે કાર્તિક આર્યન સાથે પણ સીધી કે આડકતરી રીતે આવી ઘટનાઓ બની રહી છે. કાર્તિકે આવી સમસ્યાઓનો સામનો કર્યો છે. પરંતુ તેમના પરિવારના સપોર્ટથી પોતાના ચહેરા પર સ્મિત રાખીને તે બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી શક્યો છે.

Related News

Icon