Home / Entertainment : Kartik Aaryan will have a double role in Naagzilaa Film

'Naagzilaa' માં ડબલ રોલમાં જોવા મળશે Kartik Aaryan! આ ફિલ્મ સાથે છે કનેક્શન

'Naagzilaa' માં ડબલ રોલમાં જોવા મળશે Kartik Aaryan! આ ફિલ્મ સાથે છે કનેક્શન

કાર્તિક આર્યન (Kartik Aaryan) પાસે હાલમાં ઘણા બધા પ્રોજેક્ટ્સ છે. આ અભિનેતા છેલ્લે 'Bhool Bhulaiyaa 3' માં મંજુલિકા સાથે ટકરાતો જોવા મળ્યો હતો. પરંતુ કાર્તિક તેની આગામી ફિલ્મોમાં રોમાન્સ કરતો જોવા મળશે. દરમિયાન, તેની આગામી ફિલ્મોની યાદીમાં એક નામ છે, જે સંપૂર્ણપણે અલગ છે. મૃગદીપ સિંહ લાંબાની ફિલ્મમાં કાર્તિક (Kartik Aaryan) નાગ સાથે લડતો જોવા મળશે. ફિલ્મનું નામ 'Naagzilaa' છે. આનું નિર્માણ કરણ જોહર કરી રહ્યો છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

રિપોર્ટ પર વિશ્વાસ કરીએ, તો 'Naagzilaa' પર વધુ એક રસપ્રદ અપડેટ સામે આવી છે. કાર્તિક આર્યન (Kartik Aaryan) આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. 'Naagzilaa' માં માણસો અને સાપ વચ્ચેની લડાઈ જોવા મળશે. આ ફિલ્મનું કનેક્શન શાહરૂખ ખાનની ફિલ્મ 'Jawaan' સાથે પણ છે. ફિલ્મ 'Jawaan' માં શાહરૂખ ખાનની જેમ, કાર્તિકના બે રોલ હીરો અને વિલન બનવાની કગાર પર હશે, પરંતુ તેમાં કોમેડી પણ હશે.

'Naagzilaa' નું શૂટિંગ ક્યારે શરૂ થશે?

રિપોર્ટ અનુસાર, 'Naagzilaa' ના દિગ્દર્શક મૃગદીપ સિંહ લાંબા દિગ્દર્શક તરીકેની તેની કારકિર્દીની સૌથી રોમાંચક અને મનોરંજક વાર્તા પર કામ કરવા માટે તૈયાર છે. મૃગદીપ સિંહ લાંબા નિર્માતા મહાવીર જૈન સાથે મળીને  આ ફિલ્મ બનાવી રહ્યા છે, આ સાથે કારણ જોહર પણ આ ફિલ્મનો નિર્માતા છે. 'Tu Meri Main Tera Main Tera Tu Meri' નું શૂટિંગ પૂર્ણ કર્યા પછી, ટીમ સપ્ટેમ્બરથી 'Naagzilaa' નું શૂટિંગ શરૂ કરવા માટે તૈયાર છે.

કાર્તિક આર્યન (Kartik Aaryan) અભિનીત ફિલ્મ Naagzilaa' નું શૂટિંગ સપ્ટેમ્બરમાં શરૂ થશે અને તેને 2026ના બીજા ભાગમાં રિલીઝ કરવાની યોજના છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા કાર્તિકે ક્યારેય આ પ્રકારનું પાત્ર નથી ભજવ્યું નથી. કાર્તિક સ્નેક મેન બનીને શું કમાલ બતાવે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. ફિલ્મને લઈને ફેન્સમાં ઉત્સાહ વધવા લાગ્યો છે.

Related News

Icon