દેશભરમાંથી લોકો મહાકુંભ 2025માં પહોંચી રહ્યા છે. બોલિવૂડ સ્ટાર્સ પણ મહાકુંભમાં જઈ રહ્યા છે. હવે સોમવારે, કેટરિના કૈફ તેની સાસુ વીણા કૌશલ સાથે મહાકુંભમાં પહોંચી હતી. અહીં કેટરિના કૈફ ભગવાનની ભક્તિમાં લીન જોવા મળી હતી. આ દરમિયાન રવિના ટંડન અને તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી. અભિનેતા અભિષેક બેનર્જી પણ તેમની સાથે જોવા મળ્યો હતો. બધાએ સાથે મળીને ગંગા આરતી કરી અને ભજન પણ ગાયા હતા.
મહાકુંભમાં કેટરિનાએ ભજન ગાયા
આ દરમિયાન કેટરિના કૈફ પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. તેણે માથું દુપટ્ટાથી ઢાંકેલું હતું અને કપાળ પર તિલક લગાવેલું હતું. રવિના અને રાશા પણ પીળા રંગના સૂટમાં જોવા મળી હતી. મહાકુંભમાં બધાએ ભજન ગાયા હતા. બધા લોકો જમીન પર બેસીને માતા ગંગાના ભજન ગાતા જોવા મળ્યા હતા.
આ પહેલા કેટરિના કૈફે પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીને મળી અને તેમના આશીર્વાદ લીધા. આ પછી તેણે સંગમમાં ડૂબકી લગાવી હતી. મહાકુંભના કેટરિનાના ફોટા અને વીડિયો વાયરલ થયા છે. તમને જણાવી દઈએ કે ઘણા સ્ટાર્સ મહાકુંભમાં જઈ ચૂક્યા છે. અક્ષય કુમાર, વિક્કી કૌશલ, અંબાણી પરિવાર, હેમા માલિની જેવા સ્ટાર્સે સંગમમાં ડૂબકી લગાવી છે.
વર્ક ફ્રંટ
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ છેલ્લે 'મેરી ક્રિસમસ'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે મારિયાના પાત્રમાં જોવા મળી હતી. તે 'ટાઈગર 3' માં પણ જોવા મળી હતી. રવિના ટંડનની પુત્રી રાશા વિશે વાત કરીએ તો, તેણે થોડા દિવસો પહેલા જ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. તે 'આઝાદ' ફિલ્મમાં જોવા મળી હતી. ફિલ્મ ફ્લોપ ગઈ હતી. જોકે, રાશાનું આઈટમ નંબર સોંગ 'ઉઈ અમ્મા' હીટ રહ્યું હતું. તેના ડાન્સ અને એક્સપ્રેશનની ખૂબ પ્રશંસા થઈ હતી.