Home / Entertainment : Know what appeared in the background of Salman Khan's post, fans are speculating this

જાણો, સલમાન ખાનની પોસ્ટના બેકગ્રાઉન્ડમા શું દેખાયું, ચાહકો લગાવી રહ્યા છે આ અનુમાન

જાણો, સલમાન ખાનની પોસ્ટના બેકગ્રાઉન્ડમા શું દેખાયું, ચાહકો લગાવી રહ્યા છે આ અનુમાન

સલમાન ખાનના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ઉત્સુક રહે છે. હવે અભિનેતાએ ગુરુવારે રાતે એક પોસ્ટ શેર કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આમાં સલમાને જે કેપ્શન લખ્યું છે તે ચર્ચાનો વિષય બન્યું છે. ચાલો જોઈએ અભિનેતાએ શું પોસ્ટ કર્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

સલમાન ખાનના ફોટોએ બધાનું ધ્યાન ખેંચ્યું

બોલિવૂડ અભિનેતા સલમાન ખાને ગુરુવારે રાતે 1:11 વાગ્યે પોતાના X એકાઉન્ટ પર ટ્વિટ કર્યું. આમાં, અભિનેતા કેમેરા તરફ જોતા પોઝ આપતા જોવા મળે છે. સલમાને બ્લૂ ટી-શર્ટ પહેરી છે અને તેની પાછળના ટેબલ પર તેનું એક પોસ્ટર પણ છે, જે સંપૂર્ણપણે દેખાતું નથી.

સલમાન ખાન ફોટોમાં એકદમ ફિટ દેખાઈ રહ્યો છે. જો કે ફોટો કરતાં પણ વધુ, તેના કેપ્શન અને તેની પાછળના પોસ્ટરે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ફોટો શેર કરતી વખતે સલમાને લખ્યું- 'સાચી દિશામાં સખત મહેનત કરો. તે જ તમારા પર મહેરબાન રહેશે અને આ હુનર જ તમને પહેલવાન બનાવશે. તમે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરી લેજો.'

ફેન્સે પોસ્ટર જોયું

ફોટોમાં સલમાન ખાનની પાછળ ટેબલ પર એક પોસ્ટર છે. લોકો તેને તેની આગામી ફિલ્મનું માની રહ્યા છે. હાલમાં તે ગલવાન વેલી પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યો છે. એક ચાહકે લખ્યું- 'પાછળનું પોસ્ટર જુઓ, તે ભાઈની આગામી ફિલ્મનું છે.' બીજાએ લખ્યું- 'એવું લાગે છે કે કંઈક નવું આવવાનું છે. ભાઈ અપડેટ છે.' એકે લખ્યું- 'પાછળ જુઓ, ટેબલ પર શું રાખવામાં આવ્યું છે.'

સલમાન ખાનના વર્ક ફ્રન્ટ

સલમાન ખાન છેલ્લે ફિલ્મ 'સિકંદર'માં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી શકી ન હતી. હવે અભિનેતાની આગામી ફિલ્મ ગલવાન વેલીમાં થયેલા સંઘર્ષ પર આધારિત હશે, જેમાં તે એક આર્મી ઓફિસરની ભૂમિકા ભજવશે. ફેન્સ આ ફિલ્મની સત્તાવાર પુષ્ટિની રાહ જોઈ રહ્યા છે.

Related News

Icon