
એક્ટર-કોમેડિયન કૃષ્ણા અભિષેકે તાજેતરમાં ખુલાસો કર્યો છે કે તેણે પોતાના કપડા અને શૂઝ રાખવા માટે એક અલગ ત્રણ BHK ફ્લેટ ખરીદ્યો છે. તેનો ડિઝાઇનર શૂઝ અને કપડા પ્રત્યેનો પ્રેમ કોઈથી છુપાયેલો નથી. એટલા માટે તેણે ફક્ત પોતાના કપડા અને શૂઝ રાખવા માટે ફ્લેટ લીધો. એટલું જ નહીં, કૃષ્ણા દર 6 મહિને પોતાના કલેક્શનને અપડેટ પણ કરતો રહે છે.
આ પણ વાંચો: આવી ઇજાઓ છરીથી થતી નથી: સૈફ અલી ખાન પર હુમલા કેસમાં ફોરેન્સિક નિષ્ણાતે આ શું કહ્યું?
ગોવિંદાના ભાણેજ કૃષ્ણા અભિષેકે તાજેતરમાં અર્ચના પૂરણ સિંહની યુટ્યુબ ચેનલ માટે એક ઇન્ટરવ્યુમાં હાજરી આપી હતી. અહીં અર્ચનાએ કૃષ્ણાને લંચ માટે આમંત્રણ આપ્યું હતું. આ વાતચીત દરમિયાન, કૃષ્ણાએ શૂઝ અને કપડા પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. તેણે એટલું બધું કલેક્શન ભેગું કર્યું છે કે તેને રાખવા માટે તેણે એક અલગ મિલકત ખરીદી છે. તેણે ઘર ખરીદ્યું અને તેને બુટિકમાં ફેરવ્યું છે.
કૃષ્ણાનો પ્રેમ જોઈને, અર્ચનાનો પતિ પરમીત સેઠી સંપૂર્ણપણે ચોંકી જાય છે. પછી કૃષ્ણાએ કહ્યું કે તે 6 મહિનામાં ઘણા બધા કપડા અને શૂઝ શિફ્ટ કરશેશે. આના પર અર્ચના મજાકમાં કહે છે કે તેનો દીકરો આયુષ્માન પણ કૃષ્ણાના જેવો જ છે, વસ્તુઓ ફેંકી દેવાના સમયે જે કંઈ બચે તે આયુષ્માનને આપી દે છે.
એક સમયે ગોવિંદાના કપડા પહેરતો હતો
કૃષ્ણાએ જ વાતચીતમાં જણાવ્યું કે જ્યારે તે મોટો થઈ રહ્યો હતો, ત્યારે તે તેના મામા ગોવિંદાના કપડા પહેરતો હતો. આ સમય દરમિયાન, તેણે એક વાર વિચાર્યું કે DNG ફેશન બ્રાન્ડનું નામ ખરેખર ડેવિડ (ધવન) અને ગોવિંદાના નામ પરથી રાખવામાં આવ્યું છે. તેણે કહ્યું, 'મને લાગ્યું કે તે બંને પ્રખ્યાત હતા અને તેણે પોતાની બ્રાન્ડ બનાવી હશે.'
કૃષ્ણાએ કહ્યું, 'મારા કોલેજના દિવસોમાં, હું બધી મોટી બ્રાન્ડના કપડા પહેરતો હતો. તે સમયે મને બ્રાન્ડ વિશે કોઈ ખ્યાલ નહોતો. મોટી બ્રાન્ડના નામ બોલતા તો મને હમણાં આવડ્યું.'