Home / Entertainment : Laapataa Ladies writer Biplab Goswami says this on plagiarism allegations

શું ખરેખર 'બુર્કા સિટી' ની કોપી છે 'લાપતા લેડીઝ'? લેખક બિપ્લબ ગોસ્વામીએ આરોપો પર કહી આ વાત

શું ખરેખર 'બુર્કા સિટી' ની કોપી છે 'લાપતા લેડીઝ'? લેખક બિપ્લબ ગોસ્વામીએ આરોપો પર કહી આ વાત

કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' ગયા વર્ષે માર્ચ 2024માં થિયેટરમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભલે થિયેટરોમાં કમાલ ન કરી હોય, પરંતુ OTT પ્લેટફોર્મ પર દર્શકો તરફથી તેને ઘણી પ્રશંસા મળી હતી. આ દિવસોમાં 'લાપતા લેડીઝ' સાહિત્યચોરીના આરોપોને કારણે વિવાદમાં ફસાઈ ગઈ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફિલ્મની વાર્તા 2019ની અરબી શોર્ટ ફિલ્મ 'બુર્કા સિટી' માંથી ચોરી કરવામાં આવી છે. હવે 'લાપતા લેડીઝ' ના લેખક બિપ્લબ ગોસ્વામીએ આ આરોપો પર પોતાનું મૌન તોડ્યું છે.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

લેખક બિપ્લબ ગોસ્વામીએ સ્પષ્ટતા આપી

'લાપતા લેડીઝ' ફિલ્મના લેખક બિપ્લબ ગોસ્વામીએ શનિવારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ શેર કરી હતી. ફિલ્મ સામે સાહિત્યચોરીના આરોપોને નકારી કાઢતા તેણે લખ્યું, "અમારી વાર્તા, પાત્રો અને સંવાદો 100 ટકા મૌલિક છે. ફિલ્મ સામે સાહિત્યચોરીના કોઈપણ આરોપ સાચા નથી. આ આરોપો ફક્ત લેખક તરીકેના મારા પ્રયાસોને જ નહીં, પરંતુ સમગ્ર ફિલ્મ નિર્માણ ટીમના પ્રયાસોને પણ નબળા પાડે છે."

ફિલ્મનો સંપૂર્ણ સારાંશ રજીસ્ટર કરાવેલો છે

બિપ્લબ ગોસ્વામીએ લખ્યું, "મેં આખી વાર્તા ‘ટુ બ્રાઈડ્સ’ શીર્ષક સાથે રજૂ કરી હતી અને 3 જુલાઈ, 2014ના રોજ સ્ક્રીન રાઈટર્સ એસોસિએશનમાં ફિલ્મનો સંપૂર્ણ સારાંશ રજીસ્ટર કરાવ્યો હતો. આ સારાંશમાં એક સીન પણ છે જે સ્પષ્ટપણે વર્ણવે છે કે વર ખોટી કન્યાને ઘરે લાવે છે અને ઘૂંઘટને કારણે પોતાની ભૂલનો અહેસાસ થતાં પરિવારના અન્ય સભ્યો સાથે આઘાત અને આશ્ચર્ય પામે છે. અહીંથી ફિલ્મની વાર્તા શરૂ થાય છે."

તેણે આગળ લખ્યું, "મેં ફિલ્મના સીન પર સ્પષ્ટ લખ્યું હતું કે પરેશાન વરરાજા પોલીસ સ્ટેશન જાય છે અને પોલીસને તેની ખોવાયેલી પત્નીને શોધવા માટે એકમાત્ર ફોટો આપે છે. તે ફોટામાં દુલ્હનના ચહેરા પર ઘૂંઘટ છે. આના પરિણામે એક રમૂજી ક્ષણ બની." બિપ્લબ ગોસ્વામીએ જણાવ્યું કે આ વાર્તાએ 2018માં સિનેસ્તાન સ્ટોરીટેલર્સ સ્પર્ધામાં રનર-અપ એવોર્ડ પણ જીત્યો હતો.

'લાપતા લેડીઝ' પર શું આરોપ હતો?

તમને જણાવી દઈએ કે કિરણ રાવની દિગ્દર્શિત ફિલ્મ 'લાપતા લેડીઝ' પર 2019ની અરબી શોર્ટ ફિલ્મ 'બુર્કા સિટી' ની વાર્તાનીકોપી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ 19 મિનિટની શોર્ટ ફિલ્મ બતાવે છે કે કેવી રીતે એક અરબ પુરૂષની નવી પત્ની બીજી સ્ત્રી સાથે બદલાઈ જાય છે. બંને મહિલાઓએ બુરખો પહેર્યો હોય છે. આ એક વ્યંગાત્મક કોમેડી ફિલ્મ હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે 'લાપતા લેડીઝ' ની વાર્તા આના જેવી જ છે.

TOPICS: Laapataa Ladies
Related News

Icon