
એઆર રહેમાન અને સાયરા બાનોના ડિવોર્સના સમાચારોએ ઈન્ડસ્ટ્રીમાં સૌને ચોંકાવી દીધા છે. આ દરમિયાન બાસિસ્ટ મોહિની ડે અને એઆર રહેમાન વચ્ચેના લિંકઅપના સમાચારો પણ ખૂબ ચર્ચામાં છે. ક્યાંકને ક્યાંક મોહિની ડેને એઆર રહેમાનના તલાક પાછળનું કારણ ગણાવાઈ રહી છે પરંતુ આ વાત માત્ર અને માત્ર અફવા છે. હવે પોતે મોહિનીએ આ તમામ અફવાનું ખંડન કર્યું છે અને જણાવ્યું છે કે તેનો રહેમાન સાથે કેવો સંબંધ છે.
આ પણ વાંચો: અડધી રાતે અર્જુન કપૂર મલાઈકાને મોકલતો હતો આવા મેસેજ! બ્રેકઅપ બાદ એક્ટ્રેસને...
તેઓ મારા પિતા સમાન છે
મોહિની અને એઆર રહેમાનના લિંકઅપના સમાચારોએ ઈન્ડસ્ટ્રીમાં સનસની ફેલાવી દીધી, જે એકદમ ખોટું છે. હવે મોહિનીએ આ અફવાનું ખંડન કરતા આકરો જવાબ આપ્યો છે. તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે અને સાથે જ લાંબી પોસ્ટ પણ લખી છે કે 'હું એક બાળક તરીકે તેમની સાથે તેમની ફિલ્મો, ઈવેન્ટ વગેરેમાં કામ કરવાના પોતાના 8.5 વર્ષોના સમયનું સન્માન કરું છું. તેઓ એક લેજેન્ડ છે અને તેઓ મારા માટે પિતા સમાન છે.'
મીડિયાને લગાવી ફટકાર
મોહિનીએ નોટમાં લખ્યુ- 'મારા અને એઆર રહેમાન વિરુદ્ધ ખોટી માહિતી અને નિરાધાર ધારણાઓ/દાવાઓને જોવા સંપૂર્ણરીતે અવિશ્વસનીય છે. આ અપરાધિક લાગે છે કે મીડિયાએ બંને ઘટનાઓને અશ્લીલ બનાવી દીધી છે. આ જોઈને નિરાશા થાય છે કે લોકોમાં આ પ્રકારના ભાવનાત્મક મામલા પ્રત્યે કોઈ સન્માન, સહાનુભૂતિ નથી. લોકોની મન:સ્થિતિ જોઈને મને દુ:ખ થાય છે.'
એઆર રહેમાનના સન્માનમાં મોહિનીએ શું કહ્યું?
મોહિનીએ એઆર રહેમાન વિશે વાત કરતા કહ્યું કે 'મારા જીવનમાં ઘણા આદર્શ અને પિતા તુલ્ય છે જેમણે મારા કરિયર અને પાલન-પોષણમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. મારા પિતા જેમણે મને સંગીત વિશે બધું જ શીખવાડ્યું જે હવે આ દુનિયામાં નથી રહ્યાં. ગયા વર્ષે તેમનું મૃત્યુ થયુ. હવે રણજીત બારોટ જેમણે મને બિઝનેસથી પરિચિત કરાવી જેમણે મને આકાર આપ્યો અને એઆર રહેમાન જેમણે મને પોતાના શોમાં ચમકવાની આઝાદી આપી. હું આને યાદો સાચવીને રાખું છું અને હંમેશા રાખીશ.'
મીડિયા અને પેપ્સને કરી ખાસ અપીલ
મોહિનીએ પોતાની વાતને ખતમ કરતાં મીડિયા અને પેપ્સને વિનંતી કરી અને કહ્યું કે 'તમે મારી પ્રાઈવસીનું સન્માન કરો. આવા ખોટા સમાચારોને ન ફેલાવો તેનાથી મારી લાઈફને અસર થાય છે.'