Home / Entertainment : Mumbai: Court upholds actor Aditya Pancholi's sentence in 2005 case

મુંબઈ: 2005ના કેસમાં અભિનેતા આદિત્ય પંચોલીની સજા કોર્ટે યથાવત રાખી

મુંબઈ: 2005ના કેસમાં અભિનેતા આદિત્ય પંચોલીની સજા કોર્ટે યથાવત રાખી

સેશન્સ કોર્ટે 59 વર્ષીય અભિનેતાને હુમલાના કેસના પીડિત પ્રતીક પશીનને 1.5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.

GSTVની એપ્લિકેશન ડાઉનલોડ કરો
Play Store     Play Store

મુંબઈની એક સેશન્સ કોર્ટે 2005ના પાર્કિંગ લોટ ઝઘડા કેસમાં અભિનેતા આદિત્ય પંચોલીની સજાને સમર્થન આપ્યું છે, પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા તેમને ફટકારવામાં આવેલી એક વર્ષની જેલની સજામાં ફેરફાર કર્યો છે અને સારા વર્તનના બોન્ડ પર તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.

જોકે, સેશન્સ કોર્ટે ૫59 વર્ષીય અભિનેતાને પ્રોબેશન ઓફ ઓફેન્ડર્સ એક્ટ હેઠળ મુક્તિ મેળવવા માટે હુમલાના કેસના પીડિત પ્રતીક પશીનને 1.5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો નિર્દેશ આપ્યો છે.

અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે નવેમ્બર 2016માં અભિનેતાને IPCની કલમ 325 (ગંભીર ઈજા પહોંચાડવી) હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને 2005માં પાર્કિંગ વિવાદ પર પશીન પર હુમલો કરવા બદલ તેને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. પંચોલીએ આ કેસમાં પોતાની સજા અને દોષિત ઠેરવવા સામે અપીલ કરી હતી.

ગુરુવારે એડિશનલ સેશન્સ જજ ડી.જી. ધોબલેએ મેજિસ્ટ્રેટના આદેશ સામે પંચોલીની અપીલને આંશિક રીતે સ્વીકારી લીધી અને કહ્યું કે તેમને જેલની સજા ભોગવવાની જરૂર નથી.




Related News

Icon