
અમિતાભ બચ્ચન વર્તમાન બાબતોથી પોતાને અપડેટ રાખે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય છે. 2005માં જ્યારે ઈન્ટરનેટ એટલું લોકપ્રિય નહોતું ત્યારે બિગ બી મુંબઈથી બેંગકોક અખબારો મંગાવતા હતા જે ફ્લાઇટ દ્વારા મોકલવામાં આવતા હતા.
અમિતાભ બચ્ચન ઘણીવાર રાત્રે સોશિયલ મીડિયા પર સક્રિય જોવા મળે છે. તે પોતાના વ્યસ્ત શેડ્યૂલ વચ્ચે પણ બ્લોગ લખતા રહે છે. તે દેશ અને વિદેશમાં બનતી ઘટનાઓ વિશે પણ પોતાને અપડેટ રાખે છે. અમિતાભ બચ્ચન સાથે 'એક અજનબી' (2005) માં કામ કરનાર અપૂર્વ લખિયાએ કહ્યું કે, તે સમયે ઇન્ટરનેટ એટલું લોકપ્રિય નહોતું. ત્યારે અમિતાભ બચ્ચન બેંગકોકમાં શૂટિંગ કરતી વખતે મુંબઈથી અખબારો મંગાવતા હતા.
સેક્રેટરી અખબાર બેંગકોક મોકલતી હતી
અપૂર્વ લખિયાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, 'તે સમયે, મુંબઈથી બેંગકોક માટે સવારની ફ્લાઈટ હતી અને તે સાંજે મુંબઈ પાછી જતી હતી. તેમની (અમિતાભની) સેક્રેટરી રોજી બધા અખબારો ભેગા કરીને ફ્લાઈટમાં મોકલતી હતી. કોઈ આ બધા અખબારો લાવીને અમિતજીને આપતું અને તેઓ બધા અખબારો વાંચતા.
બિગ બી માર્કર લઈને બેસતા હતા
અપૂર્વાએ કહ્યું, 'તે માર્કર લઈને બેસતા, કેટલીક વસ્તુઓ પર નિશાની કરતા અને રાત્રે અખબારો ભારત મોકલતા હત. તે દરરોજ સવારે 30 મિનિટ માટે આ બધું કરતા હતા.' અપૂર્વાએ એમ પણ કહ્યું કે, 'અમિતાભ બચ્ચન ઊંઘ નથી આવતી પણ તેઓ હંમેશા સમયસર ઉઠે છે. ગમે તેટલી વહેલી સવારે શૂટિંગ શરૂ થાય, તે હંમેશા સમયસર પહોંચે છે. પરંતુ તેમના માટે બપોરે અઢી કલાકની ઊંઘ લેવી જરૂરી છે. તેઓ દરેક ફિલ્મ નિર્માતાને આ વાત અગાઉથી કહે છે, જેથી કામનું શેડ્યૂલ તે મુજબ રાખવામાં આવે.'