
બોલિવૂડ અભિનેત્રી નિમરત કૌર અત્યારે અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. બંનેએ ફિલ્મ 'દસવીં'માં સ્ક્રીન શેર કરી હતી. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, નિમરતના કારણે જ અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયના લગ્નમાં તિરાડ પડી છે. હવે, પહેલી વખત નિમરત કૌરે અભિષેક બચ્ચનને ડેટ કરવાની અફવાઓ પર એક ઇન્ટરવ્યુ દ્વારા પોતાનું મૌન તોડ્યું છે.
નિમરત કૌરે ડેટિંગની અફવાઓ પર તોડ્યું મૌન
હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં નિમરત કૌરે કહ્યું હતું કે, 'હું કંઈ પણ કરી શકું છું અને લોકો હજુ પણ એજ કહેશે જે તેઓ ઈચ્છે છે. આવી ગોસિપ બંધ થવાની નથી અને હું મારા કામ પર ધ્યાન આપવાનું પસંદ કરું છું. નિમરતની આ પ્રતિક્રિયા અભિષેક બચ્ચન સાથેના તેના કથિત સંબંધોને લઈને કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલી અફવાઓ પછી આવી છે. અભિનેત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તે તેની ગોપનીયતાને મહત્ત્વ આપે છે અને પાયાવિહોણા અટકળોથી ઉપર ઉઠવાનું પસંદ કરે છે.
કેવી રીતે અભિષેક-નિમરતના સંબંધોની અફવાઓ ફેલાઈ
ઉલ્લેખનીય છે કે, અભિષેક બચ્ચન અને નિમરત કૌર વચ્ચેના કથિત અફેરની અફવા ત્યારે ફેલાઈ હતી જ્યારે અભિષેક બચ્ચન અને અભિનેત્રીનો એક વીડિયો રેડિટ પર વાયરલ થયો હતો. આ જોડીએ વર્ષ 2002માં ફિલ્મ ‘દસવીં’માં કામ કર્યું હતું. જેમાં નિમરતે અભિષેકની પત્નીનો રોલ કર્યો હતો.
ક્યારે ફેલાઈ ઐશ્વર્યા અને અભિષેકના છૂટાછેડાની અફવા?
ઐશ્વર્યા અને અભિષેક વચ્ચે છૂટાછેડાની અફવાઓ ત્યારે તેજ થઈ ગઈ જ્યારે બંને રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં અલગ-અલગ પહોંચ્યા હતા. જોકે, પાછળથી ફેન્સે બચ્ચન હાઉસમાં ઐશ્વર્યાને દીકરી આરાધ્યા સાથે જોઈને રાહત અનુભવી હતી. છૂટાછેડાની તમામ અફવાઓ વચ્ચે અભિષેક નવી પ્રોપર્ટીમાં રોકાણ કરી રહ્યો છે.