ફિલ્મ 'લાપતા લેડીઝ' થી ખ્યાતિ મેળવનાર અભિનેત્રી નિતાંશી ગોયલ હાલમાં 78મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes 2025) ના રેડ કાર્પેટ પર પોતાનો જલવો દેખાડી રહી છે. અભિનેત્રીનો બીજો લુક પણ સામે આવ્યો છે. આ વખતે નીતાંશીએ પ્રિ-ડ્રેપ્ડ સાડી પસંદ કરી હતી. તેનો લુક ટ્રેડિશનલ અને મોર્ડન બંને પાસાઓ દેખાડે છે, અને ખાસ વાત એ છે કે અભિનેત્રીએ હિન્દી સિનેમાની ઘણી દિગ્ગજ સુંદરીઓને ખાસ ટ્રિબ્યુટ આપી હતી.
નિતાંશી ગોયલનો કાન્સ લુક સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે
નિતાંશી ગોયલે આ વર્ષે કાન્સમાં પોતાનું ડેબ્યુ કર્યું છે. હવે તેનો બીજો લુક પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આનું કારણ નીતાશાની અનોખી હેરસ્ટાઇલ છે. અભિનેત્રીએ તેના વાળમાં ચોટલો બનાવ્યો છે અને તેના પર મોતીની દોરી લગાવી છે. જેના પર ઘણી નાની ફ્રેમ બનાવવામાં આવી છે, આ ફ્રેમ્સમાં મધુબાલા, રેખા, શ્રીદેવી, વૈજયંતિમાલા, હેમા માલિની, વહીદા રહેમાન અને નૂતન જેવી પ્રખ્યાત અભિનેત્રીઓની તસવીરો છે.
નિતાંશીએ બોલીવુડની દિગ્ગજ અભિનેત્રીઓને શ્રદ્ધાંજલિ આપી
આ લુક સાથે, નિતાંશીએ હિન્દી સિનેમાની આ બધી દિગ્ગજ અને મહાન અભિનેત્રીઓને ટ્રિબ્યુટ આપી છે. અભિનેત્રીની આ હેર એક્સેસરી બી અભિકા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. હવે આ માટે સોશિયલ મીડિયા પર નિતાંશીના ખૂબ વખાણ થઈ રહ્યા છે. લોકો તેની સ્ટાઇલના વખાણ કરી રહ્યા છે.
નિતાંશીનું વર્ક ફ્રંટ
વર્ક ફ્રંટ વિશે વાત કરીએ તો, નિતાંશીએ આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ 'લાપતા લેડીઝ' થી અભિનયમાં પ્રવેશ કર્યો. આમાં તેણે ફૂલ નામનું પાત્ર ભજવ્યું અને પોતાની નિર્દોષતાથી દરેકના દિલ જીતી લીધા. આ પછી, તે અજય દેવગનની ફિલ્મ 'મૈદાન' (2024) માં પણ જોવા મળી. હવે ખૂબ જ ટૂંક સમયમાં આ અભિનેત્રી ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળશે.